શનિવાર, એપ્રિલ 25, 2026

ઈ-પેપર

શનિવાર, એપ્રિલ 25, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયગુજરાતમાં અંગ દઝાડતી ગરમી, 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી, 7 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ

મહારાષ્ટ્રમાં રીક્ષા ચાલકો માટે મરાઠી ભાષા કરી ફરજિયાત

મહારાષ્ટ્રમાં પરિવહન વ્યવસ્થાને લઈને રાજ્યના પરિવહન મંત્રી Pratap Sarnaik દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ રાજ્યમાં રીક્ષા અથવા ટેક્સી ચલાવવા માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. 1 મે 2026થી અમલમાં આવનારા આ નિયમ હેઠળ તમામ ડ્રાયવરોને મરાઠી ભાષાની પરીક્ષા પાસ કરવી પડશે, નહીં તો તેમના લાયસન્સ રદ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડ્રાયવર કે વાહન માલિક બંને મરાઠી ભાષા બોલી, લખી અને વાંચી શકે તે જરૂરી રહેશે, જેથી મુસાફરો સાથે સંવાદ સરળ બને અને સ્થાનિક ભાષાને પ્રોત્સાહન મળે.

બનાસકાંઠાઃ ચૂંટણી વચ્ચે રાજકીય પક્ષનો દારૂ વહેંચતો કથિત વીડિયો વાયરલ

બનાસકાંઠાના દાંતા વિસ્તારમાં ચૂંટણી દરમિયાન રાજકીય ગરમાવો વચ્ચે દારૂ વહેંચાતો હોવાનો કથિત વીડિયો સામે આવતા ચકચાર મચી છે. વાયરલ વીડિયોમાં કારના બોનેટ પર દારૂ મૂકીને ખુલ્લેઆમ વહેંચવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં ભાજપના કાર્યકરો સંકળાયેલા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ઘટનાને લઈને ગામલોકોમાં રોષ ફાટી નીકળ્યો અને લોકોએ દારૂ સાથે કાર પકડી પાડી હતી, પરંતુ લોકો એકઠાં થતા જ કારમાં સવાર લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનું કહેવાય છે. સમગ્ર મામલે ચર્ચાઓ તેજ બની છે અને તપાસ બાદ હકીકત બહાર આવે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

મહેસાણા: મનપાની ચૂંટણીનો જંગ બન્યો લોહિયાળ

મહેસાણા મનપાની ચૂંટણી દરમિયાન વોર્ડ નં-4માં રાજકીય સ્પર્ધા હિંસક બની જતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલા ઘમસાણમાં ખૂની ખેલ ખેલાયો, જેમાં વોર્ડ નં-4ના ભાજપ ઉમેદવારના ભાણાને તીક્ષણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ અથડામણમાં સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પોલીસે મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી વધુ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર