ધો.10 ગુજરાતી-અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને સફળતા અપાવવા લક્ષ્યવેધ મોડલ ટેસ્ટ પેપર સેટ તૈયાર કરાયો : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આગેવાનોએ આપી માહિતી
(આઝાદ સંદેશ), રાજકોટ : વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિર દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે લક્ષ્યવેધ મોડલ ટેસ્ટ પેપર સેટનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. આગામી મહિનાથી શરૂ થનારી ગુજરાત બોર્ડ ધો. 10ની પરીક્ષા માટે ગુજરાતી-અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અતિ ઉપયોગી થાય તેવા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના મોડલ ટેસ્ટ પેપર સરસ્વતી શિશુમંદિરના અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ અંગે સરસ્વતી શિશુમંદિરના આચાર્યોએ જણાવ્યું હતું કે, ધો. 10ના ગુજરાતી-અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના મોડલ ટેસ્ટ પેપર બોર્ડની પેપર સ્ટાઈલ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે. આ મોડલ ટેસ્ટ પેપરનો સેટ કોઈપણ વિદ્યાર્થી નિ:શુલ્ક સરસ્વતી શિશુમંદિરની વેબસાઈટ https://std10papers. svmrajkot.org/form પરથી અથવા ક્યૂઆર કોડ સ્કેન કરી મેળવી શકે છે.
ધો.10 ગુજરાતી-અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં જ્વલંત સફળતા અપાવવા માટે લક્ષ્યવેધ મોડલ ટેસ્ટ પેપર સેટ તૈયાર કરાયો હોવાનું કહી આચાર્યોએ વધુમાં જણાવ્યું હતું કે, સરસ્વતી શિશુમંદિર દ્વારા નિ:શુલ્ક મોડલ ટેસ્ટ પેપર સેટના વિતરણ ઉપરાંત વિદ્યાર્થીઓને એ મોડલ ટેસ્ટ પેપર સેટમાં કોઈ મુંજવણ હોય તો તેનું નિરાકરણ પણ ડાઉટ સોલ્વિંગ સેશનમાં નિ:શુલ્ક કરાવવામાં આવશે. આ સિવાય એલએમઆર થી લઈ પેપર કેમ લખવું તેનું માર્ગદર્શન સરસ્વતી શિશુમંદિરના અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ધોરણ 10 ગુજરાત બોર્ડના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા લક્ષ્યવેધ મોડલ ટેસ્ટ પેપર સેટ અંગે વધુ માહિતી માટે સરસ્વતી શિશુમંદિર, પ્રવીણકાકા મણીઆર કેમ્પસ, 1 મારૂતિનગર ખાતે સંપર્ક કરવા તેમજ પેપર સેટ મેળવવા માટે શાળાની વેબસાઈટ https://std10papers. svmrajkot.org/formની મુલાકાત લેવા અથવા વધુ જાણકારી માટે મો. નં. 8780268780 પર સંપર્ક કરવો તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતું.