(આઝાદ સંદેશ),રાજકોટ: શહેરમાં મવડી નજીક જીવરાજ પાર્ક પાસે અંબિકા ટાઉનશિપમાં રહેતા અને સોની બજારમાં વેપાર કરતાં આધેડનો તેના મકાનમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે તાલુકા પોલીસે તપાસ કરતાં વેપારીનો પરિવાર જાત્રાએ ગયો હોય અને આ બનાવ બન્યો હોવાનું પરિવારએ જણાવતા પોલીસે વેપારીના મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવી વિશેષ કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ મવડીમાં અંબિકા ટાઉનશિપમાં રહેતા નિમેશભાઈ ભૂપેન્દ્રભાઈ સાહોલિયા (ઉ.44)નો તેના મકાનમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસ મથકના જમાદાંર ભગીરથસિંહ – સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં સોની બજારમાં સોના- ચાંદી તેમજ વેબસાઇટનું કામ કરતાં નિમેશભાઈને અગાઉ તેની પત્ની સાથે છૂટાછેડા થયા બાદ કેટલાક વર્ષોથી તેની માતા અને બહેન સાથે રહેતા હોવાનું અને 14 દિવસથી તેનો પરિવાર મથુરા સહિત ધાર્મિક સ્થળોએ જાત્રાએ ગયો હોય. એકલાં રહેલા વેપારીએ છેલ્લે શુક્રવારે તેના મામાના પુત્ર સાથે ફોનમાં વાત કરી હતી.દરમિયાન પરિવારે ફોન કર્યા હોય પણ નિમેશભાઈનો ફોન લાગતો ન હોય તેના પિતરાઈને વાત કરતાં તેને ઘેર જઈને ફ્લેટનો – દરવાજાના લોક તોડી તપાસ કરતાં – આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાનું જણાવતા પોલીસે આધેડનાં મોતનું કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી કરી છે.
બીજા બનાવમાં શહેરમાં રૈયાધાર પાસે રંભામાની વાડી પાસે રહેતા યુવકએ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે યુનીવર્સિટી પોલીસે તપાસ કરતા મજૂરીકામ કરતાં યુવકને કેટલાક સમયથી કામ મળતું ન હોય આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભરી લીધાનું પરિવારે જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રૈયાધાર પાસે રંભામાની વાડી પાસે રહેતા પરેશભાઇ કાળુભાઇ સોલંકી (ઉ.36)એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતા પાડોશી સહિતના લોકોએ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી. પીએસઆઇ રત્નું સહિતે તપાસ કરતાં મૃતક યુવક મજૂરીકામ કરતો હોવાનું અને પરિવાર બહાર ગયો હતો અને એકલા ઘેર રહેલા યુવકે છતના હૂકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હોય પાડોશના લોકોને જાણ થતા તેને ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાયો હોવાનું જણાવ્યું હતું. પોલીસની વધુ તપાસમાં મૃતક યુવક મજૂરીકામ કરતો હોય અને કેટલાક સમયથી કામ મળતું ન હોય આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભરી લીધાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.