(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં જાણીતા જવેલર્સના પુત્ર ભાસ્કર પ્રભુદાસ પારેખ અને કપડાંના વેપારી પરેશ લીલાધર શાહનું ખંડણી માટે આરોપીઓએ દુબઈ સ્થિત માફીયા ગેંગ સાથે મળીને આંતરરાષ્ટ્રીય કાવતરું રચી તા. 12/11/2000 ના રોજ યુરોપીયન જીમખાના, રાજકોટ ખાતેથી ખંડણી માટે અપહરણ કરવામાં આવેલ જેમાં રાજકોટના કમીશ્નર સુધીર સિંહા દ્વારા તાત્કાલીક અલગ અલગ પોલીસ ટીમો બનાવવામાં આવેલ અને ભોગ બનનાર યુવાનો ને અપહરણકર્તાઓના સકંજામાંથી છોડાવવા માટે પ્રયાસ શરૂ કરી દેવામાં આવેલ હતો.
જેમાં બાતમીના આધારે ગુજરાતના ઝાંબાઝ આઈ.પી.એસ. સુભાષ ત્રીવેદી અને અરૂણ શર્મા અને અનેક અધીકારીઓની ટીમ ભરૂચ ખાતેના વાલીયા મુકામે પહોંચેલ અને ત્યાંથી પરેશ શાહને બંધક બનાવવામાં આવેલ તેને મુક્ત કરાવવામાં આવેલ અને ત્યાં આરોપી રાજશી હાથીયા મેર નું પોલીસ દ્વારા સ્વબચાવમાં એનકાઉન્ટર કરવામાં આવેલ હતું અને 7 આરોપીઓની અટક કરવામાં આવેલ હતી. અપહરણકર્તાઓએ ભાસ્કર પારેખને અલગ રીતે રાખેલ હોય તેમને ગોતવાના પ્રયાસ ચાલુ હતા ત્યારે અપહરણકર્તાઓએ તેને દિલ્હી થી મુંબઈની પ્લેન ટીકીટ આપી દિલ્હી મુકત કરી દીધેલ હતો. પોલીસ દ્વારા સખત મહેનતથી તપાસ કરી અલગ અલગ સમયે અલગ અલગ આરોપીઓના નામ ખુલતા તેમની ઘરપકડ સમયાંતરે કરવામાં આવેલ હતી. ઉપરાંત અન્ય એક ખુંખાર માફીયા અને તેમને જેલ હવાલે કરવામાં આવેલ સદરહું કેસમાં અલગ અલગ 47 આરોપીઓ હતા. જેમાં આરોપીઓ 31 આરોપીઓ વિરુધ્ધ અલગ અલગ 9 સેસન્સ કેસ ચલાવવામાં આવેલ ઉપરાંત 11 આરોપીઓ કેસ ચાલતા સુધીમાં અવસાન પામેલ હતા. અને 5 આરોપીઓ નાસતા ભાગતા ફરે છે. સદરહું કેસ વર્ષ 2024 માં ઉપર આવેલ હતો અને અદાલતમાં આરોપીઓ અને તેમના વકીલો હાજર રહેલા હતા. અને જેમાં આશરે 56 જેટલા સાક્ષીઓ તપાસવામાં આવેલ હતા. જેઓએ પોતાની જુબાનીઓ અદાલતમાં આપેલ હતી.
સદરહું કામમાં વર્ષ 2009 માં ઈન્ટરનેશનલ ગેંગ સાથે સંકળાયેલ અને 20 કરોડ જેટલી ખંડણી માંગવામાં મુખ્ય સુત્રધાર એવા ફઝલ ઉર રહેમાન ઉર્ફે ફજલુ ઉર્ફે ડોકટર અબ્દુલ બસીત શેખ કે જે સુરતની જેલમાં અન્ય ગુન્હામાં હોય ત્યાંથી કબજો મેળવી રાજકોટની અદાલતમાં ચુસ્ત બંદોબસ્ત સાથે રજુ કરવામાં આવેલ અને પોલીસ તંત્ર દ્વારા રજુઆત કરવામાં આવેલ કે હાલનો આરોપી ભારત ભરમાં અલગ અલગ રાજયોમાં 27 જેટલા ખંડણી અપહરણ જેવા ગુન્હાઓમાં સંડોવાયેલ છે અને વિદેશમાંથી અન્ય આરોપીઓને અપહરણ અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ અને ગુન્હાહીત કાવતરું પાર પાડેલ છે. ફઝલુ રહેમાન ઉપર જાણીતા ઉધોગપતી ગૌતમ અદાણીનું અપહરણ અને પરાગ સાડીવાળા વેપારી પાસેથી ખંડણી માંગવા સહીતના કેસો થયેલ હતા.
સદરહું કામમાં ફઝલુ રહેમાન શેખ વતી રાજકોટના જાણીતા યુવા એડવોકેટ કિરીટ નકુમ તથા હેમાંસુ પારેખ, કુલદીપ ચૌહાણ, યશપાલ ચૌહાણ તથા ડેનીશા રાઠોડ રોકાયેલ હતા.