રવિવાર, જાન્યુઆરી 5, 2025

ઈ-પેપર

રવિવાર, જાન્યુઆરી 5, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં માર્ગ-સલામતિ માસ અંતર્ગત બાઇક રેલીનું પ્રસ્થાન

રાજકોટમાં માર્ગ-સલામતિ માસ અંતર્ગત બાઇક રેલીનું પ્રસ્થાન

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ હેલ્મેટ સવાર બાઇકચાલકોને લીલી ઝંડી આપી : શહેરમાં જુદા જુદા સ્થળોએ ફ્લોટિંગ સાથે બાઇક સવાર ફરી લોકોને અકસ્માત નિવારવા માટેના મેસેજ પહોંચાડશે

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેરમાં અકસ્માત ઘટાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ માર્ગ સલામતિ માસ અંતર્ગત પોલીસ હેડકવાર્ટર ગેઇટ ખાતેથી હેલ્મેટ સજ્જ બાઇક સવારની રેલીનું પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જુદા-જુદા પોલીસ કર્મીઓ તેમજ ટીઆરબી જવાન સહિત સેંકડો બાઇક સવાર હેલ્મેટ પહેરી રેલી સ્વરૂપે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરશે અને તેના હાથમાં રહેલ અકસ્માત નિવારણ શ્ર્લોગનનાં ફલોટ સાથે વાહનચાલકોને અકસ્માત નિવારવા માટેના સંદેશા પહોંચાડશે. આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર ઉપરાંત શહેર પોલીસ વિભાગના જુદા-જુદા અધિકારીઓ તેમજ ટ્રાફિક વિભાગના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બાઇક રેલી પોલીસ હેડકવાર્ટરથી શરૂ થઇ બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક થઇ 150 ફૂટ રિંગરોડ ઉપર પહોંચશે અને ત્યાંથી આમ્રપાલી અન્ડરબ્રિજથી નિકળી ફરી હેડકવાર્ટર પહોંચશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર