મહાનગરપાલિકા દ્વારા આજી ડેમમાં 15 જાન્યુઆરીથી અને ન્યારીમાં 15 ફેબ્રુઆરીથી પાણીની માંગણી વચ્ચે ગઇરાતથી નર્મદાનીર આપવાનું શરૂ કરી દેવાયુ : 15 જાન્યુઆરી આસપાસ આજીમાં પાણી ઠલવાશે
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને સૌની યોજના હેઠળ રાજકોટના આજી ડેમમાં તા. 15 જાન્યુઆરીથી અને ન્યારી ડેમમાં તા.15 ફેબ્રુઆરીથી નર્મદાનીર આપવાની માગણી કરવામાં આવી છે. ત્યારે બીજી બાજું સિંચાઇ વિભાગ દ્વારા મહાનગરપાલિકાને પત્ર પાઠવીને સૌરાષ્ટ્રની નર્મદાકેનાલના રીપેરીંગના કારણે આગામી એપ્રિલ અને મે એમ બે મહિના કેનાલ બંધ રહેવાની હોય પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવાયું છે. સાથોસાથ ગઇકાલ રાતથી જ ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદા નીર ઠલવવાનું શરૂ કરી દેવાયું છે. જ્યારે આજી ડેમમાં આગામી સમયમાં પાણી ઠલવવાનું શરૂ કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નિયમિત અને પુરતા દબાણથી 20 મિનિટ પાણી વિતરણ થાાય તે માટે દર વર્ષે બે વખત જાન્યુુઆરીમાં અને જૂન મહિનામાંસૌની યોજના હેઠળ નર્મદાનીરની માગણી કરવામાં આવે છે.
આ મુજબ આ વર્ષ જાન્યુઆરીમાં આજી ડેમમાં 15 જાન્યુઆરીથી 1800 એમસીએસટી અને ન્યારી ડેમમાં 15 ફેબ્રુઆરીથી 700 એમસીએફટી નર્મદાનીર ઠલવવાની માગણી કરતો પત્ર લખ્યો હતો. આ અનુસંધાને સિંચાઇ વિભાગે મહાનગરપાલિકાએ વળતો પત્ર લખીને આગામી એપ્રિલ મે મહિનામાં નર્મદાની સૌરાષ્ટ્ર કેનાલ રીપેરીંગના કારણોસર બંધ રહેનાર હોવાનું જણાવ્યું છેેે આ કારણે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગઇરાતથી ન્યારીડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠલવવાનું શરૂ કરી દેવાયું છે. જ્યારે આજી ડેમમાં સંભવત: 15 જન્યુઆરી પહુેલા પાણી આપવાનુ શરૂ કરાશેે
.સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરે મહાનગરપાલિકાને લખેલા પત્રમાં જણાવાયા મુજબ નર્મદા યોજનાની સૌરાષ્ટ્ર શાખા નહેરની મરામત અર્થે નહેરોમાં સંપૂર્ણ પાણી બંધ કરીને નહેર બંધ કરવાનું આયોજન છે. આ કામગીરી અનુસંધાને આગામી એપ્રિલ અને મે માસ દરમિયાન નહેર બંધ રહેનાર હોય સૌની યોજનાનું પાણી મળશે નહીં. સૌની યોજના લીંક -3 દ્વારા સૌરાષ્ટ્ર શાખા નહેર સાંકળ 104.46 કિ. મી. પર આવેલ સી.આર.ગેટ ધોળીધજા ડેમ પાસેથી પીવા તેમજ સિંચાઇ માટે પાણી ઉપાડવામાં આવે છે. અને રાજકોટ મહાનગર પાલિકાની માંગણી મુજબ નર્મદાનીર આપવામા આવે છે. સૌરાષ્ટ્ર શાખાની આ નહેર મરામત માટે બંધ કરવામાં આવનાર હોય સૌની યોજના લીંક-3 દ્વારા આપવામાં આવતા પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા અને પાણીની જરૂરિયાત મુજબ સંગ્રહની વ્યવસ્થા કરવા મહાનગરપાલિકાને જણાાવયું છે.
રાજકોટને જરૂરિયાત મુજબનું પાણી મળી રહે અને આગામી એપ્રિલ મેમાં પાણીનો પ્રશ્ર્ન ઉભો ન થાય તે માટે સિંચાઇ વિભાગે આયોજન કરીને ગઇરાતથી ન્યારીડેમમાં નર્મદાનીર ઠલવવાનું શરૂ કરી દીધું છે. જ્યારે આજીડેમમાં સંભવત: 15 જાન્યુઆરી પહેલા સૌનીનું પાણી આપવાનું શરૂ કરી દેવાશે. એપ્રિલ મે મહિનામાં કેનાલ બંધ રહેનાર હોય મહાનગરપાલિકાની માંગણી મુજબ આજીમાં 1800 અને ન્યારી -1માં 700 એમસીએફટી પાણી ઠલવી દેવાશે. જો વરસાદ ખેંચાય તો જૂન માસમા ફરીથી નર્મદાના નીર આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આજીડેમની કુલ સપાટી 29 ફૂટ સામે હાલમાં 24.15 ફૂટ (616 એમસીએફટી) અને ન્યારીમાં કુલ સપાટી 25 ફૂટ સામે હાલમાં 21.32 ફૂટ (838.31 એમસીએફટી પાણીનો જથ્થો છે.