નિ:શુલ્ક સેમિનારનું આયોજન : આઝાદ સંદેશની મુલાકાતે આવેલા આગેવાનોએ આપી માહિતી
(આઝાદ સંદેશ),રાજકોટ: આપણને મળેલો માનવદેહ અનમોલ છે આપણી જિંદગી ખૂબસૂરત છે પરંતુ કર્મજ્ઞાનના અભાવ અને સમજ ના હોવાને કારણે ઘણીવાર વ્યક્તિને પોતાની જિંદગી ભારરૂપ લાગે છે જેને કારણે આજે સમગ્ર દેશમાં અને વિશ્વમાં આપઘાતનું, માનસિક તણાવ, આતંકવાદ, ભ્રષ્ટાચાર, લૂંટફાટ તેમજ અત્યાચારનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે વધુમાં વર્તમાનમાં જે પણ ફળ આપણને મળી રહ્યું છે તે ભૂતકાળમાં કરેલા કર્મોનું ફળ છે આ સાથે ભાગ્ય પ્રારબ્ધ કે નસીબ બીજું કાંઈ નથી પરંતુ આપણા પાછળના જન્મનું કર્મ છે જેમાંથી છુટકારો મેળવી જીવનની દરેક ક્ષણને મોજથી વિતાવવા કર્મજ્ઞાનને સમજી જીવનમાં ઉતારવું અત્યંત જરૂરી છે આ માટે કર્મયોગી અને મોટીવેશન ગુરુ ડો. રાજીવ મિશ્રા છેલ્લા 18 વર્ષથી સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ છે ખુશ થઈને કામ કરશો તો ખુશી અને સફળતા બંને મળશે આ ચમત્કારિક સૂત્ર ના રચયિતા ડો.રાજીવ મિશ્રા દ્વારા આગામી રવિવારે સવારના સવારે 9 થી 11કલાક દરમિયાન કર્મજ્ઞાન પર તદ્દન નિ:શુલ્ક સેમિનારનું આયોજન હાથ ધરાયું છે ડો. મિશ્રા દ્વારા કર્મજ્ઞાન પર દરેક વ્યક્તિ સમજી શકે તેવી સરળ ભાષામાં વ્યાખ્યાન આપવામાં આવશે ફક્ત 2 કલાકનો આ સેમિનાર દરેક વ્યક્તિની જિંદગી ખુશહાલ બનાવવા પર્યાપ્ત છે. આ ફ્રી (નિ:શુલ્ક) સેમિનારનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે. જેનું સ્થળ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, અલાપ ગ્રીન સિટી સામે, રાજકોટ. રહેશે. સેમિનારમાં હાજર રહેવા ૂવફતિંફાા નંબર 85118 29002/ 9898181917/ 9978297598/9428788642નો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત છે. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા પરેશભાઇ ચપલા, અંજનાબેન ચપલા, ધ્વનિ સાંગાણી, અર્ચના સિંહાએ જણાવ્યું હતું.