શનિવાર, જાન્યુઆરી 4, 2025

ઈ-પેપર

શનિવાર, જાન્યુઆરી 4, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટનશાકારક સીરપના વેંચાણના ગુનામાં આરોપીના પ્રથમ વખતના રિમાન્ડ નામંજુર

નશાકારક સીરપના વેંચાણના ગુનામાં આરોપીના પ્રથમ વખતના રિમાન્ડ નામંજુર

(આઝાદ સંદેશ),રાજકોટ: ભીલવાસ શેરી નં.4માં હુસેની ચોક પાસે હુસેની મટન સેન્ટર નામે દુકાન ચલાવતો હુસેન કટારીયા અને તેનો મળતીયો રફીક ઉર્ફે જહોન ચૌહાણ પોતાની દુકાન બહાર શંકાસ્પદ નશાકારક કફ સીરપનો જથ્થો વેચતા હોવાની બાતમીના આધારે ગઇ તા.5-1-24ના ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી રૂા.10,500/-ની કિંમતની 105 બોટલ કબજે કરી નમુનો પૃથ્થકરણ માટે એફ.એસ.એલ કચેરીએ મોકલ્યો હતો. છેલ્લા એકાદ વર્ષથી નશાની આદત વધી જતા વધારે બોટલો જોઇતી હતી પરંતુ પરવડતું ન હોવાથી તેણે આ સીરપની બોટલ મોટા જથ્થામાં લઇ વેચાણ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ આ સીરપ સરળતાથી અને વધારે જથ્થામાં મળતી ન હતી. એકાદ વર્ષ પહેલા કોઠારીયા ગામના ગેઇટ પાસે શ્રી રાજ મેડીકલ સ્ટોરના સંચાલક જૈમીન ઠુંમર સાથે પરિચય થયો હતો. તેને આ સીરપ અંગે પુછતા તે નહીં રાખતા હોવાનું જણાવ્યું હતું. આથી તેને આ નશાકારક સીરપનું બજારમાં વધારે પડતું વેચાણ થતું હોવાની અને તેની પાસે જેટલો જથ્થો હશે તેટલો વધારે ભાવથી ખરીદી લઇશ તેમ વાત કરતા જૈમીને તે સીરપ મંગાવશે તેમ કહી પોતાની દુકાનમાં રાખવા લાગ્યો હતો. આથી તે ત્યાં લેવા જતો હતો. આ સમયે સીરપમાં કોડેઇન ફોસ્ફેટ ડ્રગ્સની માત્રા આવતી હોવાથી તેણે ડોક્ટરના પ્રિસ્કીપ્શનની જરૂર હોવાનું કહેતા તેને બોટલની ખરીદી કરતા વધારાના પૈસા આપીને ખરીદ કરવાની વાત કરી હતી.
જૈમીન નશાકારક સીરપ વેચવા તૈયાર થતા તે દસ બાર દિવસે તેની પાસેથી નશો કરવા અને વેચાણ કરવા 20 થી 30 બોટલ ખરીદ કરતો હતો. છેલ્લે તેણે 480 બોટલ ખરીદ કરી હતી. જેમાંથી અનેક બોટલો અન્ય ગ્રાહકોને વેચ્યાનું અને અમુક પોતે નશો કરવા માટે ઉપયોગમાં લીધી હતી. જ્યારે બાકીની 105 બોટલનું વેચાણ કરતા હતા ત્યારે ક્રાઇમ બ્રાંચે તેને પકડી લીધા હતા. એફ.એસ.એલના અભિપ્રાયમાં આ સીરપમાં કોડેઇનની હાજરી મળતા પોલીસે ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કામે આરોપી તરફી એડવોકેટ દેવદત મહેતાએ આરોપી નં.3 જૈમીન સુધીરભાઇ ઠુંમર વતી હાજર થઇ હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના લેટેસ્ટ ચુકાદાઓ રજુ કરી તથા આરોપી નં.3ની અટક ગેરકાયદેસર તથા કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો વિરૂદ્ધની જણાવી કોર્ટને આરોપીની પોલીસ રીમાન્ડ નામંજુર કરવા અરજ ગુજારેલ હતી ત્યારબાદ બંન્ને પક્ષની સુનવણી બાદ રાજકોટની સેશન્સ કોર્ટે આરોપીઓની પ્રથમ વખત રીમાન્ડ અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે. જે કામમાં આરોપી નં.3 તરફે રાજકોટના એડવોકેટ દેવદત બી.મહેતા રોકાયેલ હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર