પ્રમુખ તરીકે અતુલ રાચ્છ શપથ લેશે : આઝાદ સંદેશની મુલાકાતે આવેલા આગેવાનોએ આપી માહિતી
(આઝાદ સંદેશ),રાજકોટ: રીયલ એસ્ટેટ એજન્ટસ એસોસીએશન ઓફ રાજકોટ (REAAR)ના સભ્યો દ્વારા વર્ષ 2025ના 13માં પ્રમુખ તરીકે અતુલ રાચ્છની શપથવિધિ સમારોહ શનિવારના રોજ મહલ હોલ, હોટલ સયાજી ખાતે રાખવામાં આવેલ છે. અતુલ રાચ્છ રાજકોટમાં 15 વર્ષથી રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકડાયેલ છે. તેઓ રાજકોટ ઉપરાંત અમદાવાદ અને મુંબઈના નામાંકિત બીલ્ડરો સાથે જોડાયેલ છે.
એસોસિએશનમાં તેમની સાથે સેક્રેટરી – પરેશ રૂપારેલિયા, વાઈસ પ્રેસિડન્ટ-અમિત વાગડીયા, જોઈન્ટ સેક્રેટરી- પરીન ચગ, ટ્રેઝરર- તુષાર મહેતા, પ્રેસિડન્ટ ઈલેકટ- હિતેશ રાજદેવ, આઈ.પી.પી. – નિલેશ સૂરાણી, એજ્યુકેશન ઍન્ડ ટ્રેનીંગ- આશિષ ઉનડકટ અને કમલ દક્ષિણી, મીટિંગ ઍન્ડ ઇવેન્ટ્સ- મેરુ જોગરાણા, ગૌરાંગ કારીયા, પ્રકાશ ગઢવી તથા કેતન ચોટાઇ, પબ્લિક રિલેશન – જયભારત ધામેચા, પ્રેસ ઍન્ડ મીડિયા-રાજેશ દત્તાણી, ડીપાર્ટમેન્ટ વર્ક- વિકાસ મણિયાર, અજય ત્રિવેદી, એડવાઈઝરી-દિનેશ કોઠારી અને મેહુલ નથવાણી વગેરેની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ છે. આ 13મી શપથવિધિ સમારોહમાં અમારાં આમંત્રણને માન આપી ગેસ્ટ ઓફ ઓનર: પરેશભાઈ ગજેરા તથા કી નોટ સ્પીકર : ડો. જીતેન્દ્ર અઢિયા કે તેઓ રિયલ એસ્ટેટના વ્યવસાયમાં કેવી રીતે આગળ વધી, પ્રગતિ કરી શકાય એ વિષય પર વક્તવ્ય આપશે. વર્ષ 2025ના પ્રમુખ અતુલ રાચ્છના શપથવિધિ સમારોહમાં REAL ESTATE AGENTS ASSOCIATION OF RAJKOTની નવી બનાવેલી વેબ સાઇટનું લોન્ચિંગ પરેશ ગજેરાના હસ્તે થવાનું છે. રાજકોટ શહેરમાંથી જમીન-મકાન એજન્ટ તરીકેના વ્યવસાય કરતાં લોકોને અમારા એસોસીએશનના સભ્ય થવા માટે અમારું એસોસીએશન આવકારે છે. આ માટે એસો.ના સેક્રેટરી પરેશ રૂપારેલિયા મો. 9106594606 નો સંપર્ક કરવા જણાવેલ છે. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં જણાવ્યું હતું.