ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025

ઈ-પેપર

ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટયુનિટી ફાઉન્ડેશન દ્વારા શનિવારે 81 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાશે

યુનિટી ફાઉન્ડેશન દ્વારા શનિવારે 81 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાશે

દીકરીઓને કરિયાવરમાં 100થી વધુ જીવનજરૂરી વસ્તુ આપશે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ તથા મનસુખભાઇ માંડવીયા હાજરી આપશે : આઝાદ સંદેશની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ: બીજાનું ભલું કરવાના ઉદેશથી આવેલ વિચારનું સંગઠિત સ્વરૂપમાં મળીને કરવામાં આવે તો શું થઈ શકે તેનું આ ઉદાહરણ છે. વોકિંગમાં આવતા સુખી સંપન્ન મિત્રોએ સમાજ માટે કઇક કરવાની ઈચ્છા દર્શાવી અને પોતાની કમાણી યોગ્ય જગ્યાએ વાપરવાનો વિચાર આવ્યો અને તેના આ વિચારના બીજમાંથી 81 દીકરીઓના સમૂહ-લગ્નનું વટવૃક્ષ બની ગયુ . સમાજમાં વસતા ગરીબ અને માતા પિતા વિહોણી દીકરીના લગ્ન કારાવાનું નકકી કરેલ શરૂઆતમાં 30 જેવી સંખ્યા નકકી કરેલ પરંતુ ત્યાર બાદ યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ભરભાઈ બોઘરા અને દાતાઓ અને યુનિટી મેમ્બર્સના અથાક પ્રયાસથી આ સ્વરૂપ મોટું અને ભવ્ય ધારણ કરી લીધું અને સર્વે સમાજની માતા પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓની સંખ્યા 81 પહોંચી ગઈ. યુનિટી ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં 81 દીકરીઓ સાથે સૌથી મોટી સંખ્યામાં જાજરમાન અને ભવ્ય સમૂહ લગ્નનું આયોજન 150 ફૂટ રીંગ રોડ, પરસાણા ચોક પાસે કરવામાં આવશે. આ જાજરમાન લગ્નમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલ તથા મનસુખભાઈ માંડવીયા તેમજ દાતા દ્વારા ક્ધયાદાન આપવામાં આવશે. આ ભવ્ય સમૂહલગ્નમાં ક્ધયાઓને પાનેતર, મંગલસૂત્ર, સોનાની ચૂક, ચાંદીની પાયલ, સ્ટીલ કબાટ સેટી પલંગ,ફ્રિજ,સોફા, ટીપાઈ, સૂટકેસ વિગેરે 100 થી વધુ જીવનજરૂરી તમામ વસ્તુઓ કરિયાવર તેમજ સમૂહ લગ્ન માં આવનાર તમામ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા દાતાઓના સહયોગથી કરવામાં આવનાર છે.
આ સમૂહ-લગ્નનું યુનિટી ફાઉન્ડેશનના સ્વપ્નદ્રષ્ટા અને ચેરમેન ભરતભાઈ બોધરા (ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ), પરેશભાઈ ગજેરા (પ્રમુખ છઇઅ), પ્રમુખ હરેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ વિજયભાઈ તોગડિયા,સેક્રેટરી જીગ્નેશભાઈ કિયાડાના માર્ગદર્શન અને રાહબારી નીચે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.
આ સમગ્ર આયોજનમાં રમેશભાઈ રિબડિયા, શૈલેષભાઈ શીંગાળા, અશ્વિનભાઈ રૂપાપરા, રાજેશભાઈ વૈષ્ણવ, મનીષભાઈ ભૂત, નેમિશભાઈ પટેલ, ધીરુભાઈ આસોદરિયા, સંજયભાઈ અજાણી, અશ્વિનભાઈ ભૂવા, નિલેશભાઈ અનડકટ, હરકિશનભાઈ સોજીત્રા, ચંદ્રેક્ભાઈ પાદરીયા, વિપુલભાઈ પટેલ, અનિલભાઈ ભલ્લું, નિલેષભાઈ અકબરી, ડો. હિતેશભાઈ હાપલિયા, ચંદુભાઈ કાપડિયા, વલ્લભભાઇ તોગડિયા, પરેશભાઈ પાદરીયા, અમિતભાઈ વેકરીયા, રવિભાઈ મંઢ, નિલેષભાઈ વિરાણી, ભાવેશભાઈ લિંબાસિયા, પ્રગ્નેશભાઈ ક્યાડા, સંદીપભાઈ સોજીત્રા, નરશીભાઈ સોજીત્રા, વલ્લભભાઈ ભાલોડિયા, પ્રવીણભાઈ સંતોકી, સંદીપભાઈ પાલા, મનસુખભાઈ અઘેરા, પિયૂષભાઇ સખીયા, ગિરીશભાઈ સભાયા, રમેશભાઈ સગપરિયા, અમિતભાઈ વેકરીયા, લલિતભાઈ અકવાલિયા, બિપિનભાઈ ડોબરિયા, જયેશભાઈ વેકરીયા વિજયભાઈ વ્યાસ, અતુલભાઈ વેકરીયા, કેતનભાઈ ગોંડલિયા, નિલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ કપુરીયા પરિમલભાઈ ખૂંટ, જયંતિલાલ રંગપરિયા, પરેશભાઈ પાદરીયા, ગૌરાંગભાઈ અકબરી, પં જયભાઈ બુસા વિનુભાઈ કથીરિયા, જિગ્નેશભાઈ બુસા, દીપકભાઈ જોશી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે તેમ આઝાદ સંદેશની મુલાકાતમાં આયોજકોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર