બુધવાર, એપ્રિલ 15, 2026

ઈ-પેપર

બુધવાર, એપ્રિલ 15, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયમુંબઈમાં મેટ્રો સાઇટ પર ભયાનક દુર્ઘટના ટળી, ક્રેન પલટી જતા અફરાતફરી

મુંબઈમાં મેટ્રો સાઇટ પર ભયાનક દુર્ઘટના ટળી, ક્રેન પલટી જતા અફરાતફરી

મુંબઈમાં મેટ્રો સાઇટ પર ભયાનક દુર્ઘટના ટળી, ક્રેન પલટી જતા અફરાતફરી

મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વિસ્તારમાં ચાલી રહેલી મેટ્રો નિર્માણ સાઇટ પર મોટી દુર્ઘટના ટળી હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, ભારે બિમ ઊંચકતી વખતે અચાનક ક્રેનનું સંતુલન બગડતા ક્રેન પલટી ગઈ હતી. ઘટનાના સમયે સાઇટ પર કામદારો હાજર હતા, જેના કારણે થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.

સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ સાધનો અને કામકાજને નુકસાન પહોંચ્યું હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ સંબંધિત અધિકારીઓ અને સુરક્ષા ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

આ બનાવ બાદ મેટ્રો પ્રોજેક્ટમાં સલામતીને લઈને ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આવી ઘટના ફરી ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર