ગીર સોમનાથમાં માત્ર એક વોટ માટે ચૂંટણીપંચ લગાવશે બુથલોકશાહીમાં એક-એક મતનું મહત્વ હોય છે. ભૂતકાળમાં અનેક એવા કિસ્સા છે જ્યાં એક વોટે ઉમેદવારનું ભાવી નક્કી કર્યું છે. ત્યારે ગીર સોમનાથમાં એક વોટિંગ બુથ એવું પણ છે જ્યાં માત્ર એક વોટ માટે આખી વ્યવસ્થા ગોઢવવામાં આવે છે. ગીરગઢડા તાલુકાના જામવાળા ગામથી 20 કિલોમીટર જંગલ વિસ્તારમાં વર્ષો જૂનું બાણેજ મહાદેવનું મંદિર છે. જ્યાંના મહંત હરિદાસ બાપુ બાણેજ બુથ ના એક માત્ર મતદાતા છે. જેના માટે મતદાન મથક ઊભું કરવામાં આવશે. જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર સહિતનો આખો સ્ટાફ બંદોબસ્તમાં લાગશે. આખા બુથ પર એક માત્ર મત હોવાના કારણ મત ગણતરી વખતે મત ગુપ્ત રહેતો નથી,પરંતુ મતાધિકારનું મહત્વ સમજી એક મત માટે આખું બુથ ઉભું કરવા બદલ હરિદાસ બાપુએ ચૂંટણીપંચનો આભાર વ્યક્ત કર્યો છે.
રાજ્યમાં ગરમી સાથે પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં આવતા દિવસોમાં ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને 20થી 22 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવવાની શક્યતા છે, જેમાં દક્ષિણ-પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ આશરે 40થી 50 કિ.મી પ્રતિ કલાક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, 26 એપ્રિલ બાદ ફરીથી ગરમીમાં વધારો થવાનો અંદાજ છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 41થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે.


