શુક્રવાર, નવેમ્બર 22, 2024

ઈ-પેપર

શુક્રવાર, નવેમ્બર 22, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છભવનાથના મહંત બનવા હરિગિરીએ ભાજપ, અધિકારી અને સાધુ-સંતોને રૂ.8 કરોડ આપ્યાનો મહેશગિરીનો...

ભવનાથના મહંત બનવા હરિગિરીએ ભાજપ, અધિકારી અને સાધુ-સંતોને રૂ.8 કરોડ આપ્યાનો મહેશગિરીનો આક્ષેપ

(આઝાદ સંદેશ),રાજકોટ: અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન ગાદી માટેનો વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે. સાધુ-સંતોમાં કેટલી હદે ભ્રષ્ટાચાર ચાલે છે તે અંગેના ગંભીર આક્ષેપ થતા સનસનાટી મચી ગઇ છે. ભુતનાથના મહંત મહેશગીરીએ શ્રી પંચ દશનામ જુના અખાડાનો પત્ર જાહેર કરી કરી ભવનાથના મહંત હરિગીરી પર ગંભીર આરોપ લગાવ્યો છે. અખાડામાંથી હરિગીરીએ રકમ લઇ ભાજપ પાર્ટી ફંડમાં તથા બે કલેક્ટર, ભવનાથના સાધુ-સંતોને મળી કુલ 8 કરોડ રૂપિયા આપ્યા હોવાનું દર્શાવતો કથિત પત્ર તેમણે રજૂ કર્યો છે.
અખાડા પરિષદના મહામંત્રી અને જુના અખાડાના સંરક્ષક તથા ભવનાથના મહંત હરિગીરીની સહીવાળો શ્રી પંચ દશનામ જુના અખાડાનો પત્ર ભુતનાથના મહંત મહેશગીરીએ જાહેર કર્યો છે. પત્રમાં કથિતપણે હરિગીરીના લખ્યા મુજબ, મહંત હરિગીરી ગુરૂદત્તાત્રેગીરી ભવનાથ મંદિરને અખાડામાં સામેલ કરવા માટે હરિગીરીના નામ જોગ કલેક્ટર અને મહામંડલેશ્ર્વર ભારતીબાપુ, ઇન્દ્રભારથી, મહાદેવગીરી, મુક્તાનંદગીરી સહીતનાઓએ મળી ભવનાથ મંદિરનો કબજો ભોગવટો મને સોપવા માટે સહયોગ આપ્યો છે તે માટે મારા પાસે રહેલા નાણામાંથી તમામને નાણા આપ્યા છે. મારો કાયમી હુકમ કલેક્ટર કરી દેશે ત્યારે ભવનાથ મંદિર મારી માલિકીનું થઇ જશે. સાધુઓના વિવાદે અનેક રહસ્યોે ખુલ્લા પાડયા છે.
રાજકારણીઓને પણ શરમાવે તેવા કૃત્યો અને કાંડ સામે આવતા વધુ એકવાર ધર્મને લાંછન લાગે તેવી ઘટના બની રહી છે. ભૂતનાથના મહંત મહેશગીરીએ આક્ષેપ કર્યો છે કે, ભવનાથ મહંત હરિગીરી ટોચના નેતાના નામે તંત્ર અને લોકોને દબાવી રહ્યા છે. જો તેઓ ભવનાથ અને ગિરનાર નહીં છોડે તો હજુ તેના એક એક કરતુત જાહેર કરી દઇશ, અખાડાઓમાંથી પૈસાની હેરાફેરી કરી છે, આવી રીતે સાધુ-સંતો, તંત્રને ભડકાવ્યા છે, ધર્મને નુક્સાન કર્યું છે અને અખાડાની આબરૂને બટ્ટો લગાડયો છે. આમ ભવનાથના મહંત બનવા માટે ભાજપ, સાધુ-સંતોને નાણા આપવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપથી ચકચાર મચી ગઇ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર