બી ડિવી અને આજીડેમ પોલીસે દરોડામાં રૂા.34230ની મત્તા કબજે
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ દારૂ અને જુગારની બદીઓને ડામી દેવા સુચના આપી હોય જેને ઘ્યાને લઇ બી ડિવીઝન અને આજીડેમ પોલીસે જુગાર રમતા 8 શખસોને ઝડપી પાડી રૂા.34230/-ની મતા કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નરની સુચનાને ઘ્યાને લઇ બી ડિવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલ બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ ચામુંડા હોટલની સામે આવેલ સેવન સ્ક્વેર કોમ્પલેક્ષની બાજુમાંથી પત્તા ટીંચી રહેલ રવજી શિયાળ (ઉ.38), શૈલેષ ઉર્ફે ગાંડો ડાભી (ઉ.24), જયેશ બતાડા (ઉ.26), રેવા ટોયટા (ઉ.35)ને રૂા.10800/-ની મતા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હોય ત્યારે મળેલ બાતમીના આધારે કોઠારીયામાં આવેલ હંસરાજનગરની શેરીમાં દરોડો પાડી જુગાર રમી રહેલા ભુપત ગોગરા (ઉ.46), જીતેન્દ્ર મોરી (ઉ.46), રહીમ અલુવસીયા (ઉ.57), રાજુ પરમાર (ઉ.42) સહીતનાને રૂા.12430/-ની રોકડ તથા રૂા.11000/-ના બે મોબાઇલ મળી કુલ રૂા.23430/-ની મતા સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.