ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ જિ.પંચાયતનો માર્ગ અને મકાન વિભાગ રામ ભરોસે : નવા બિલ્ડિંગથી માંડી...

રાજકોટ જિ.પંચાયતનો માર્ગ અને મકાન વિભાગ રામ ભરોસે : નવા બિલ્ડિંગથી માંડી કરોડોના વિકાસ કામો ઉપર પ્રશ્નાર્થ

રાજ્ય સરકારમાંથી જોબ નંબર આવ્યા હોય, આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા રસ્તા સહિતના અનેક નવા કામ શરૂ થશે, પરંતુ નાયબ કાર્યપાલક ઇજનેર વગર કેવા થશે…?

રાજકોટ જિલ્લા પંચાયત બાંધકામ શાખામાં હાલ બે નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા ખાલી છે : ઉપલેટા પંચાયત પેટા વિભાગની કચેરી પણ ખાલી : કી-પોસ્ટ ગણાતી નાયબ કાર્યપાલક ઇજનેર જેવી જગ્યા ઉપર કોઇ આવવા રાજી નથી કે નિમણૂંક ન આપી તંત્ર ઇન્ચાર્જ ભરોસે ચલાવવા માંગે છે…?

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગની કચેરીમાં છેલ્લા ત્રણેક વર્ષથી નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા ખાલી પડી છે. ઉપરોકત જગ્યા કયા કારણોસર ભરવામાં આવતી નથી તે બાબતે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. વાત આટલેથી જ અટકતી નથી પરંતુ તાજેતરમાં રાજકોટ જિલ્લા પંચાયતની નવા બિલ્ડિંગની ડિઝાઇનની તેમજ તેના ખર્ચ માટેની રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળી છે અને હાલ જૂના બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે પ્રશ્ર્નાર્થ એ થાય છે કે, કરોડોના ખર્ચે નવા આકાર પામનાર જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગ ઇન્ચાર્જ ભરોસે બનશે. તા. 30-10-24ના રોજ રાજ્યમાં 105 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી કરવામાં આવી ત્યારે રાજકોટની પેટા વિભાગની કોઇની નિમણૂંક કરવામાં આવી નથી. ચાર્જમાં જ નવા બિલ્ડિંગની અને રસ્તાઓના કામોની કામગીરી થશે તે પ્રશ્ર્નાર્થ સર્જાયો છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાજકોટ જિલ્લા પંચાયતનું નવા બિલ્ડિંગના બાંધકામની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના બાંધકામ શાખા હસ્તકના માર્ગ અને મકાન પંચાયતની વિભાગીય કચેરી હેઠળની માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગમાં ત્રણ વર્ષથી ખાલી પડેલી નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા કેમ ભરવામાં આવતી નથી ? નાયબ કાર્યપાલક ઇજનેર જેવી ‘કી-પોસ્ટ’ની જગ્યામાં કોઇની બદલી કરવામાં આવી નથી તેમજ નિમણૂંક પણ થઇ નથી ત્યારે ઇન્ચાર્જ ભરોસે જ કરોડોના પ્રોજેકટ, રસ્તાની કામગીરી ચાલશે ? તે પ્રશ્ર્નાર્થ સર્જાયો છે. ત્રણ વર્ષથી ખાલી પડેલી ઉપરોકત જગ્યા તાકીદે ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે જેથી નવા આકાર પામનાર જિલ્લા પંચાયતના બિલ્ડિંગની કામગીરી ઉપર જવાબદાર અધિકારી સતત ધ્યાન આપી શકે.
દરમિયાન જિલ્લા પંચાયતના સૂત્રોમાંથી જાણવા મળેલી માહિતી અનુસાર માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ઉપલેટાના નાયબ કાર્યપાલક ઇજનેરને ડિઝાઇન સર્કલ ગાંધીનગર મુકવામાં આવ્યા છે ત્યારે ડિઝાઇનમાં એટલી બધી કામગીરી રહે છે કે, સરકાર કક્ષાએથી મંજૂર થયેલા કામોને પુરતો ન્યાય આપી શકાતો નથી હાલ ઉપલેટા ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર ડિઝાઇન સર્કલ વિહોણું અને રામ ભરોસે ચાલી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. જિલ્લા પંચાયત રાજકોટમાં 1 જગ્યા તો 3 વર્ષથી ખાલી હતી પરંતુ હાલ માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર દ્વારા ઉપલેટા પંચાયત પેટા વિભાગની પણ જગ્યા ખાલી કરી દીધેલ છે અને ડિઝાઇન સર્કલ જેવી વગર કોઈ કામની જગ્યા ભરી દીધેલ છે. તો એવું તો શું થયું કે વિભાગને રાજકોટ જિલ્લા પંચાયત ની બે(2) જગ્યા ખાલી કરી અને કોઈ નાયબ કાર્યપાલક ને મુક્યા પણ નહિ ?

રાજકોટ તાલુકાના રસ્તાઓ માટે નવા જોબ નંબર આવેલા છે, ટૂંક સમયમાં નવા કામ શરૂ થશે

રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગમાં ત્રણ વર્ષથી ખાલી પડેલી નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા કેમ ભરવામાં આવતી નથી…? રાજકોટ તાલુકામાં 400 કિ.મી.ના અંદાજે રસ્તાઓ આવેલા છે. આગામી દિવસોમાં રસ્તાઓના નવા કામ પણ શરૂ કરવામાં આવશે ત્યારે તાજેતરમાં રાજ્ય સરકારે તા. 30-10-24ના રોજ 105 જેટલા નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી કરી છે તેમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં કોઇ નાયબ કાર્યપાલક ઇજનેરની નિમણૂંક કરવામાં આવી ન હોવાથી નવા બિલ્ડિંગથી રોડ-રસ્તાના સુપરવિઝન, દેખરેખ સહિતની કામગીરી ઇન્ચાર્જ ભરોસે રહે તો તેવી કામગીરી ઉપર અસર પડે તેવી ચર્ચાઓ જિલ્લા પંચાયતના અમુક સભ્યોમાં ચાલી રહી છે.

ઉપલેટા પંચાયત પેટા વિભાગમાંથી પણ નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી કરી દેવાઇ છે

રાજકોટ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ઉપલેટાના નાયબ કાર્યપાલક ઇજનેરને ડિઝાઇન સર્કલ ગાંધીનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે. રાજકોટ પંચાયત પેટા વિભાગ ખાલી હોઇ તેમજ ઉપલેટા પંચાયત પેટા વિભાગમાંથી પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા ખાલી હોઇ રાજકોટ જિલ્લા પંચાયત બાંધકામ શાખામાં રામભરોસે થઇ ગઇ છે. અગાઉ ઉપલેટાથી નાયબ કાર્યપાલક ઇજનેર ધ્યાન આપતા હતા તેમની પણ બદલી કરી દેવામાં આવી છે જેથી કામગીરી ઉપર વ્યાપક અસર પડી શકે છે. બીજી તરફ રાજ્ય સરકારે તાજેતરમાં 105 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી કરી તેમાં રાજકોટમાં ત્રણ વર્ષથી ખાલી પડેલી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા ઉપર કયા કારણોસર કોઇની નિમણૂંક કરવામાં ન આવી…?

સંબંધિત સમાચાર

તાજા સમાચાર