શુક્રવાર, નવેમ્બર 15, 2024

ઈ-પેપર

શુક્રવાર, નવેમ્બર 15, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટયુનિવર્સિટી રોડ ઉપર આવેલા આર્કિટેકના મકાનમાં હાથફેરો કરનાર હાલારનો રીઢો ઘરફોડિયો ઝડપાયો

યુનિવર્સિટી રોડ ઉપર આવેલા આર્કિટેકના મકાનમાં હાથફેરો કરનાર હાલારનો રીઢો ઘરફોડિયો ઝડપાયો

એલસીબી ઝોન-2 પીએસઆઇ આર.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમે શિવા વાજેલિયાને દબોચી પ.18 લાખની મત્તા કબજે કરી

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેર પોલીસ કમિશનરે મિલકત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓના ભેદ તાત્કાલિક ઉકેલવા સૂચના આપી હોય જેને ધ્યાને લઈ શહેરના યુનિ.રોડ પર આવેલ ઋષિકેશ સોસાયટીમાં રહેતા આર્કિટેક અક્ષય મુંગરાના ઘરમાંથી રૂ.6.25 લાખની ચોરીને અંજામ આપનાર રીઢા તસ્કરને એલસીબી ઝોન-2ની ટીમે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલની રીકવરી કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ઋષિકેશ સોસાયટીમાં રહેતા આર્કિટેકના પુત્રની તબીયત લથડતા સારવાર અર્થે એઈમ્સ હોસ્પિ.માં ગયા બાદ તબીબે પુત્રને દાખલ કરવો પડશે તેમ કહેતા દંપતિ રાત્રિના હોસ્પિટલમાં જ રોકાયું હતું અને બીજા દિવસે સવારે પાડોશીનો ફોન આવ્યો અને કહ્યું કે તમારા ઘરના દરવાજા ખુલ્લા છે જેથી પુત્રને હોસ્પિ.માંથી રજા લેવડાવી ઘરે આવી તપાસ કરતા સોના-ચાંદીના દાગીના મળી રૂ.6.25 લાખની ચોરી થઈ હોવાનું જણાઈ આવતા યુનિ.પોલીસ મથકમાં ફરિયા નોંધાઈ હતી.જેનો ભેદ ઉકેલવા શહેર પોલીસની જુદી-જુદી ટીમો પ્રયત્નશીલ હોય ત્યારે એલસીબી ઝોન-2 પીએસઆઈ આર.એચ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમના જે.વી.ગોહિલ,રાજેશ મિયાત્રા,રાહુલ ગોહેલ,શક્તિસિંહ ગોહિલ,હેમેન્દ્ર વાધિયા,ધર્મરાજસિંહ ઝાલા,કુલદીપસિંહ રાણા બનાવ આસપાસના સીસીટીવી ચકાસવાની સાથોસાથ વિવિધ ટેક્નિકલ અને હ્યુમન સોર્સમાંથી મળેલી બાતમીના આધારે ચોરીને અંજામ આપનાર હાલાર પંથકના રીઢો તસ્કર શિવા વાજેલીયા(ઉ.વ.45) હાલ મુંજકા આર્ષ વિધાલય પાસે આવવાનો હોય તેના આધારે વોચ ગોઠવી તેને ઝડપી લઈ સોના અને ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 5.18 લાખની મતા સાથે તેની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં એલસીબી ઝોન-2ની ટીમે ઝડપાયેલા રીઢા તસ્કરની આગવી ઢબે સરભરા કરી ચોરીની મોડેસ ઓપરેન્ડી વિશે પુછતાછ કરતા તેણે બંધ મકાનોમાં મોડી રાત્રે ત્રાટકી દરવાજાના નકુચાઓ તોડી અંદર પ્રવેશ્યા બાદ કિંમતી મતાની ઉઠાંતરી કરતો હોવાનું જણાવી છેલ્લા 2 વર્ષમાં 10 જેટલી ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર