ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટના બાડપરમાં રહેતા યુવાનનો ભુપગઢ રોડ પર આવેલા પોતાના ગેરેજમાં ફાંસો ખાઇ...

રાજકોટના બાડપરમાં રહેતા યુવાનનો ભુપગઢ રોડ પર આવેલા પોતાના ગેરેજમાં ફાંસો ખાઇ આપઘાત

મયુર કાવાઠિયા (ઉ.વ.23) બપોરે જમવા ન આવતા મોટો ભાઇ સતત ફોન કરતો’તો : ફોન ન ઉપડતા ગેરેજ ખાતે જોવા જતાં નાનો ભાઇ લટકતો મળ્યો

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ તાલુકાના બાડપર ગામે રહેતાં ત્રેવીસ વર્ષના યુવાને ભૂપગઢ રોડ પર આવેલા પોતાના ગેરેજમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી માહિતી મુજબ, બાડપર ગામે રહેતો મયુર વિનુભાઇ કાવઠીયા (ઉ.વ.23) ગઇકાલે સવારે નિત્યક્રમ મુજબ સરધાર ભૂપગઢ રોડ પર આવેલા પોતાના ખોડિયાર ગેરેજ ખાતે કામ કરવા ગયો હતો. બપોરે તે જમવા ન આવતાં કામ વધારે હશે તેમ પરિવારજનોને લાગ્યું હતું. સાંજે પોણા પાંચેક વાગ્યે મોટા ભાઇ દિપકભાઇએ તેને વારંવાર ફોન જોડવા છતાં ફોન રિસિવ ન થતાં મોટા ભાઇ ગેરેજ ખાતે રૂબરૂ તપાસ કરવા જતાં નાનો ભાઇ લટકતો દેખાતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. આપઘાત કરનાર યુવાન મયુર બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તે ગેરેજ ચલાવી ગુજરાન ચલાવતો હતો. આપઘાતનું કારણ પરિવારજનો જાણતા નથી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં તપાસ યથાવત રાખવામાં આવી છે.
બીજા બનાવમાં શાપર વેરાવળમાં એચએમકે કારખાનામાં કામ કરતો અને નજીકમાં જ રહેતો પ્રમોદ કામદારપ્રસાદ વર્મા (ઉ.વ.22) ગત 10મીએ ઝેર પી જતાં શાપર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ ગત સાંજે તેણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે અપરિણીત હતો. ઝેર પી આપઘાત શા માટે કર્યો તે અંગે શાપર પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને કરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર