શુક્રવાર, નવેમ્બર 15, 2024

ઈ-પેપર

શુક્રવાર, નવેમ્બર 15, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમુંબઈના પીઆઈ વતી રૂ.10 લાખની લાંચ લીધાના કેસમાં રાજકોટના વકીલ જેવીન સાવલીયાના...

મુંબઈના પીઆઈ વતી રૂ.10 લાખની લાંચ લીધાના કેસમાં રાજકોટના વકીલ જેવીન સાવલીયાના જામીન નામંજુર

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ ખાતે જી.એસ.ટી.ની વકીલાત કરતા આરોપી જેવીન નાનજીભાઈ સાવલીયા મુંબઈના પોલીસ ઈન્સ્પેકટર પગરવતી ફરીયાદી સાથે લાંચની રકમની સોદાબાજી કરી રકમ સ્વીકારતા ઝડપાઈ જતા રાજકોટની ખાસ અદાલતના જજે આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે.
આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર દિગંબર પગરએ રાજકોટના મુંબઈ ખાતે એક ગુન્હાના કામે નિવેદન આપવા માટે હાજર થવા નોટીસ ઈશ્યુ કરેલ હતી.આ નોટીસ મળ્યા બાદ આરોપી જેવીને મોબાઈલ ઉપર ફરીયાદીનો સંપર્ક કરી આ બાબતે પતાવટ કરવા માટે જણાવેલ.આરોપી જેવીને મુંબઈના ઈન્સ્પેકટર પગર સાથે ફરીયાદીની હાજરીમાં મોબાઈલ ઉપર વાતચીત કરી રૂ.15,00,000/- પતાવટ પેટે માંગેલ જે રકમ રકજકના અંતે રૂ.10,00,000/- નકકી થયેલ પોલીસ તપાસ પુર્ણ થયા બાદ આરોપી જેવીનની જામીન અરજીની દલીલો વખતે રજુઆત કરવામાં આવેલ કે આરોપી વકીલ છે અને પોલીસ તપાસ પુર્ણ થઈ ગયેલ છે.
તેથી આરોપીને જામીન આપી દેવા જોઈએ. સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ આરોપી પોતાને વકીલ તરીકે ઓળખાવે છે પરંતુ તેઓ વકીલ તરીકે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં નોંધાયેલ હોય તેવો કોઈ પુરાવો નથી,તેથી આ આરોપીને વકીલ ગણી શકાય નહીં.આ ઉપરાંત પોલીસ તપાસ પુર્ણ થઈ ગયા બાદ આરોપીને વકીલ ગણી શકાય નહી.
આ ઉપરાંત પોલીસ તપાસ પુર્ણ થઈ ગયા બાદ આરોપી પોતે નિર્દોષ હોવાનો કે ઈન્સ્પેકટરે આપેલ નોટીસ અંગે અજાણ હોવાનો કોઈ બચાવ લાવેલ નથી.આરોપીએ ફરીયાદીને સામેથી ફોન કરેલ તેથી તેઓ નોટીસની વિગતોથી માહિતગાર હતા.મલીન ઈરાદા સાથે અપાયેલ આ નોટીસ ફરીયાદીને વધુ ને વધુ ડરાવવા માટે અપાયેલ હોવાનું જણાઈ આવે છે. મુખ્ય આરોપી પોલીસ ઈન્સ્પેકટર પગર 3 માસ થવા છતા પકડાયેલ નથી અને નાસતા ફરે છે ત્યારે હાલના આરોપીને જામીન ઉપર છોડવા ન્યાયિક નથી. રજુઆતોના અંતે સ્પેશ્યલ જજ વી.એ.રાણાએ આરોપી જેવીન સાવલીયાની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે.વોરા રોકાયેલ હતાં.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર