મતદાર યાદીમાં નામ ન આવવાનો પણ વાંધો લેવાયો, વાંધા અરજીની સુનાવણી કલેકટર કચેરીમાં બપોર બાદ થશે
(આઝાદ સંદેશ), રાજકોટ : બે દશકા બાદ યોજાનારી રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં ગઇકાલે સંસ્કાર પેનલ દ્વારા 15 ઉમેદવારી ફોર્મ ભરાતાં ચૂંટણી અત્યંત રસાકસીભરી બની ગઇ છે. બીજી તરફ સમાધાનના તમામ પ્રયાસો પડી ભાંગતા હવે તા. 17ના રોજ ચૂંટણી યોજાય તેવી શકયતા પ્રબળ બની છે. આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં સંસ્કાર પેનલ સામે વાંધા અરજી ચૂંટણી અધિકારી (કલેકટર પ્રભવ જોશી) સમક્ષ કરવામાં આવી હતી જેનું હિયરિંગ બપોર બાદ હાથ ધરવામાં આવશે. ઉપરોકત વાંધા અરજીમાં કલ્પક મણિયાર સહિતના સાત ઉમેદવારો સામે વાંધો લેવામાં આવ્યો હતો.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાજકોટ નાગરિક સહકારી બેન્કના 21 બોર્ડ ઓફ ડિરેકટરોની ચૂંટણી માટે સહકાર પેનલના 21 ઉમેદવારો અને સંસ્કાર પેનલના 15 ઉમેદવારોના નામકરણ બાદ આજરોજ ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી જેમાં સંસ્કાર પેનલના સાત ઉમેદવારો સામે વાંધા લેવાયા હતા.
ખાસ કરી અન્ય બેન્કમાં સભ્ય હોવાના વાંધાઓ રજુ કરાયા હતા જેમાં કલ્પક મણિયાર સહિતના સાત ઉમેદવારોના નામનો વાંધા અરજીમાં સમાવેશ થયો હતો. કલ્પકભાઇ મણિયાર આઠ વર્ષથી ડિરેકટર રહ્યા હોવાથી તેમની સામે પણ વાંધા ઉઠાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મતદાર યાદીમાં નામ ન આવવાનો પણ વાંધો લેવામાં આવ્યો હતો. સંસ્કાર પેનલ તરફથી ગોગીયા અને સહકાર પેનલ દ્વારા અમદાવાદથી સ્પેશ્યલ વકિલોની ફૌજ ઉતારવામાં આવી હતી. કલ્પકભાઇ મણિયાર સામે આઠ વર્ષના નિયમનો વાંધો લેવાયો હતો આ નિયમ વર્ષ-2020માં લાગુ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે અને તે આરબીઆઇ દ્વારા કરવામાં આવ્યો હોવાનું એડવોકેટે પોતાની દલીલમાં જણાવ્યું હતું. સાથોસાથ કલ્પક મણિયારને આ નિયમ લાગુ પડતો નથી, ડાયરેકટર બન્યા બાદ આરબીઆઇને જે કંઇ કાર્યવાહી કરવી હોય તે કરશે તેવી વાંધા અરજી અંતર્ગતની સુનાવણીમાં વકિલો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણી રદ કરવાની બેન્કના શેર હોલ્ડર યશવંત જનાણીએ માંગ કરી ચૂંટણી અધિકારીને અરજી આપી હતી. લ