મંગળવાર, ડિસેમ્બર 10, 2024

ઈ-પેપર

મંગળવાર, ડિસેમ્બર 10, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટનાગરિક સહકારી બેન્કની ડિરેકટરની ચૂંટણીના સહકાર પેનલના 21 ઉમેદવારો જાહેર

નાગરિક સહકારી બેન્કની ડિરેકટરની ચૂંટણીના સહકાર પેનલના 21 ઉમેદવારો જાહેર

નાના માણસોની મોટી બેંક તરીકે હરહંમેશ સેવા આપવા અગાઉની જેમ જ નવા હોદેદારો તૈયાર રહેશે : કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષિણીએ તમામ ઉમેદવારોનો વિજય થવાનો આશાવાદ વ્યકત કર્યો : ચૂંટણી આવે અથવા તો બેંકની પ્રગતિ થતી હોય ત્યારે આવા આક્ષેપો તો થવાના તેમાં ધ્યાન ન આપવું જોઇએ : આઝાદ સંદેશની મુલાકાતે આવેલા બેંકના હોદેદારો અને ઉમેદવારોએ આપી માહિતી

(આઝાદ સંદેશ) રાજકોટ : આગામી રાજકોટ નાગરિક સહકારી બેન્કની તા.17/11/2024 ના રોજ ડિરેકટરની ચૂંટણીના સહકાર પેનલના 21 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આજે બેંકના વર્તમાન હોદેદારો અને તમામ 21 ઉમેદવારો ‘આઝાદ સંદેશ’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા જેઓએ આ ચૂંટણીમાં સહકાર પેનલનો જવલંત વિજય થશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત કાર્યકારી ચેરમેન જિમ્મીભાઇ દક્ષિણીએ બેંકના સત્તાધિશો ઉપર થયેલા આક્ષેપોને નકારી કાઢયા હતા અને જયારે પણ ચૂંટણી આવે કે બેંકની પ્રગતિ થતી હોય ત્યારે આ પ્રકારના આક્ષેપો થવાના જ છે તેમ કહી તેમાં ધ્યાન ન આપી બેંકની કામગીરી એટલે કે નાના માણસોને વધુને વધુ આગળ વધારવા ઉપર ધ્યાન આપવું જોઇએ તેના પર ભાર મુકવા જણાવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય દર્શીતાબેન શાહ, ઉદયભાઈ કાનાગડ, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાસિયા, ગોવિંદભાઇ પટેલ, પ્રવિણભાઇ માકડીયા, રાજકોટ નાગરિક સહકારી બેન્કના કાર્યકારી ચેરમેન જિમ્મીભાઈ દક્ષિણી, વિજય કોમર્શીયલ બેંકના ચેરમેન નિકુંજભાઈ ધોળકીયા, રાજકોટ નાગરિક સહકારી બેન્કના પૂર્વ ચેરમેન જ્યોતીન્દ્રભાઈ મહેતા, નલિનભાઈ વસા, હસુભાઈ દવે, નરેન્દ્રભાઇ દવેએ તમામ ઉમેદવારોને વિજયી ભવ: ના આશીર્વાદ આપ્યા હતા. ચૂંટણીના સહકાર પેનલના 21 ઉમેદવારોમાં માધવભાઈ દવે, ચંદ્રેશભાઇ ધોળકિયા, દિનેશભાઈ પાઠક, અશોકભાઈ ગાંધી, ભૌમિકભાઈ શાહ, કલ્પેશભાઈ ગજ્જર પંચાસરા, ચિરાગભાઈ રાજકોટિયા, વિક્રમસિંહ પરમાર, હસમુખભાઈ ચંદારાણા, દેવાંગભાઈ માંકડ, ડો. એન જે મેઘાણી, જીવણભાઈ પટેલ, જ્યોતિબેન ભટ્ટ, કિર્તીદાબેન જાદવ, નવીનભાઈ પટેલ,સુરેન્દ્રભાઈ પટેલ, દીપકભાઈ બકરાણીયા, મંગેશજી જોશી, હસમુખભાઈ હિંડોચા, બ્રિજેશભાઈ મલકાણ અને લલીતભાઈ વોરાનો સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારોને ગુજરાત રાજ્યના બાળ સુરક્ષા મંત્રી ભાનુબેન બાબરીયા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાજી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ ટેલિફોનિક વિજયી ભવ: ના આશીર્વાદ આપ્યા હતા. તમામ ઉમેદવારોના ફોર્મ ભરવાથી માંડી ચકાસણી સુધીની જવાબદારી કિરીટભાઇ પાઠક, મયુરભાઈ ભટ્ટએ સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન હંસરાજભાઈ ગજેરાએ કર્યું હતું. આશીર્વચન અને આભારવિધિ નલિનભાઈ વસાએ કરેલ હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર