શુક્રવાર, ડિસેમ્બર 27, 2024

ઈ-પેપર

શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટનવાગામમાં બાળ લગ્ન કરાવનાર દિકરીના માતા-પિતા અને વરરાજા સહિત ગોર મહારાજ વિરુદ્ધ...

નવાગામમાં બાળ લગ્ન કરાવનાર દિકરીના માતા-પિતા અને વરરાજા સહિત ગોર મહારાજ વિરુદ્ધ ગુનો દાખલ

લગ્ન જીવન થકી દીકરીએ સંતાનને પણ જન્મ આપ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ : સમાજ સુરક્ષા અધિકારીએ કુવાડવા રોડ પોલીસનેે બાળ લગ્ન પ્રતિબંધિક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

(આઝાદ સંદેશ), રાજકોટ : નવાગામમાં વર્ષ 2022માં 17 વર્ષની સગીર દિકરીના લગ્ન ભાવનગરના રંધોળા ગામના યુવાન સાથે કરી નાંખનાર વરરાજા-ક્ધયાના માતા-પિતા અને ગોર મહારાજ વિરૂદ્ધ સમાજ સુરક્ષા અધિકારીએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.મળતી માહિતી મુજબ રાજકોટ સમાજ સુરક્ષા અધિકારી અને બાળ લગ્ન પ્રતિબંધિક અધિકારી તરીકે ફરજ બજાવતાં સંતોષભાઈ રાઠોડએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વરરાજા અશોક દેવા મેટાડીયા, વરરાજાના પિતા દવશીભાઈ મેટાળીયા, વરરાજાની માતા જયાબેન (રહે. ત્રણેય રંધોળા, ભાવનગર), ક્ધયાના પિતા અમરશીભાઈ રાઠોડ, માતા મંજુબેન અને ગોર મહારાજ મુકેશ લીલાધર મહેતા (રહે. નવાગામ) નું નામ આપતાં કુવાડવા રોડ પોલીસે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓની કચેરીમાં એક મહિલાએ તા.13/04/22ના બાળ લગ્ન થયા અંગેની અરજી કરેલ હતી. જે અંગે તપાસ કરવામાં આવતાં જેના બાળ લગ્ન થયેલ હતા તે નવાગામમાં રહેતી દિકરીને કચેરીએ રૂબરૂ બોલાવી પુછપરછ કરતા જણાવેલ હતુ કે, પોતાના લગ્ન તા 02/02/22ના નવાગામ (આંણદપર) માં રંધોળા ગામના પુત્ર અશોક સાથે બંને પરીવારની હાજરીમાં થયેલ હતા.
જે તપાસમાં દિકરીના જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર માંગવામાં આવતા જેમાં ક્ધયાની ઉંમર લગ્ન તારીખ 02/2/22 ના તા.27/2/05 હોય જે મુજબ લગ્નના દિવસે 16 વર્ષ 11 માસ અને 06 દિવસ હતી. તેમજ વરરાજા અશોકની ઉંમર લગ્નના દિવસે 28 વર્ષ 12 દિવસ હતી. જેથી લગ્ન બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ભંગ કરીને ગુન્હો કરવામાં આવેલ હતો.જે બાદ ક્ધયાના પિતા અમરશીભાઈ રાઠોડ અને માતા મંજુબેન રાઠોડનું સયુક્ત નિવેદન તા.17/05/22ના લેવામાં આવેલ છે. જેમાં પોતાની પુત્રીના લગ્ન રંધોળાના રહીશ દેવશીભાઈ મેટાળીયાના પુત્ર અશોક સાથે પોતાના નિવાસ સ્થાને તા.02/2/22ના હિન્દુ શાસ્ત્રોક્ત વિધીથી કરવામા આવેલ હતા. તેમજ નિવેદનમાં તેઓએ પોતાની પુત્રીના બાળ લગ્ન થયાનું જણાવેલ છે. ઉપરાંત વરરાજાના પિતા દેવશીભાઈ મેટાળીયાનું નિવેદન તા.17/05/22નાં લેવામાં આવેલ જેમાં જણાવેલ કે, અમરશીભાઈ રાઠોડની પુત્રીના લગ્ન પોતાના પુત્ર અશોક સાથે કરવામાં આવેલ હતા.
તેમજ વરરાજા અશોકભાઇ મેટાળીયાનું નિવેદન લેવામાં આવેલ જેમાં તેઓએ જણાવેલ કે અમરશીભાઈ રાઠોડની પુત્રીના લગ્ન પોતાની સાથે તારીખ 2/2/22ના કરવામાં આવેલ હતા. જે પંચની હાજરીમાં તમામના નિવેદન નોંધવામાં આવ્યાં હતા. તેમજ બાળ લગ્ન કરાવનાર ગોર મહારાજ મુકેશભાઈ મહેતાનું નિવેદન તા.17/05/2022 ના લેવામાં આવેલ.જેમાં તેઓએ જણાવેલ કે, નવાગામના રહીશ અમરશીભાઈ રાઠોડની પુત્રી (ઉ.વ.17) ના લગ્ન ભાવનગરના રહીશ દેવશીભાઈ મેટાળીયાના પુત્ર અશોક સાથે કરવામાં આવેલ હતા. જેમાં લગ્નવિધી પોતાના દ્વારા કરવામાં આવેલ હતી. ક્ધયા પક્ષ તરફથી રૂ.1100 અને વર પક્ષ તરફથી રૂ. 351 દક્ષીણા મળેલ હતી.
બાળ લગ્ન અંગેની ફરીયાદ મહિલા પાસે લગ્ન અંગે પુરાવા માંગતા તેઓએ તા. 29/11/22ના લગ્નના ફોટોગ્રાફ રજુ કરેલ હતા. ઉપરાંત નિવેદન પરથી જાણવા મળેલ કે, ક્ધયાને હાલમાં સંતાન પણ થયેલ છે જેથી લગ્ન થયા અંગેનો પુરતો પુરાવો હોવાનું જણાવે છે. જેથી બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર