સોમવાર, ડિસેમ્બર 23, 2024

ઈ-પેપર

સોમવાર, ડિસેમ્બર 23, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમેટોડામાં બિમાર પિતાની સારવાર માટે વાળંદ યુવાને વ્યાજે લીધેલા 50 હજારનું 48%...

મેટોડામાં બિમાર પિતાની સારવાર માટે વાળંદ યુવાને વ્યાજે લીધેલા 50 હજારનું 48% જેટલું તોતિંગ વ્યાજ વસુલાયુ

મેહુલ ભટ્ટી (ઉ.વ.25)એ રોજના 400 લેખે રૂ.34 હજારનું વ્યાજ ચુકવ્યું છતાં મુદ્દલ ન ચુકવે ત્યાં સુધી વ્યાજ આપવું પડશે તેમ કહી લોધીકાના રાહુલ ઉર્ફે ગાંડુ બાબુતર અને તેના ભાઇ મનિયા બાબુતરે ધમકી આપી : ફરિયાદ નોંધાવાઇ

(આઝાદ સંદેશ),રાજકોટ: મેટોડામાં હેર સલૂનની દુકાન ધરાવનાર યુવાને ત્રણેક માસ પૂર્વે બીમાર પિતાની સારવાર માટે બાજુમાં દુકાન ધરાવતા ચાના ધંધાર્થી ભરવાડ બંધુ પાસેથી કુલ રૂપિયા 50,000 વ્યાજ લીધા હતા. જેમાં તે રોજને રૂ.400 લેખે વ્યાજ ચૂકવતો હતો બાદમાં વ્યાજના પૈસાની સગવડ ન થતા યુવાને મુદ્દલ રકમ ચૂકવવાની વાત કરતા આ બંધુએ જ્યાં સુધી મુદ્દલ રકમ ન ચૂકવ ત્યાં સુધી વ્યાજ તો આપવું જ પડશે. તેમ કહી દુકાન બંધ . કરાવી દેવાની અને સામાન ભરી જવાની ધમકીઓ આપી હતી. જેથી યુવાને આ અંગે મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લોધિકાના ચીભડામાં રહેતા આ ભરવાડ બંધુ સામે મની લેન્ડ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ, મેટોડામાં બાલાજી સોસાયટી મકાન નંબર-2 ઠાકર સ્કૂલ પાછળ રહેતા મેહુલ રાજેશભાઈ ભટ્ટી (ઉ વ 25) નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે લોધિકાના ચીભડા ગામે રહેતા રાહુલ ઉર્ફે ગાંડુ બાબુતર અને તેના ભાઈ મનીયા બાબુતરના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મેટોડા જીઆઈડીસીમાં ગેટ નંબર ત્રણ પાસે સહયોગ કોમ્પ્લેક્સમાં ચેમ્પિયન્સ હેર આર્ટ નામની સલૂનની દુકાન ધરાવે છે આજથી ત્રણેક ’માસ પૂર્વે તેના પિતા બીમાર પડતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે સમયે પૈસાની જરૂરિયાત હોય તેણે અહીં તેની દુકાનની બાજુમાં ચાની દુકાન ધરાવનાર રાહુલ ઉર્ફે ગાંડુને વાત કરતા તેણે કહ્યું હતું કે, હું તને 25000 આપું પણ એ. માટે તારે રોજના રૂપિયા 400 એમ મહિને રૂ. 12,000 વ્યાજ આપવું પડશે તે સમય યુવાનને પૈસાની તાતી જરૂરિયાત હોય તેણે આ શરતનો સ્વીકાર કરી રૂ. 25,000 વ્યાજે લીધા હતા. બાદમાં રાહુલ ઉર્ફે ગાંડુ રોજ સાંજે યુવાની દુકાને આવી રૂ. 400 વ્યાજ લઈ જતો હતો જે યુવાને એક મહિના સુધી એટલે કે રૂપિયા 12000 ચૂકવ્યા હતા ત્યારબાદ તે વ્યાજ ન આપી શકતા રાહુલ અહીં દુકાને આવી પૈસાની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હતો કે પૈસા નહીં આપે તો તારી દુકાન બંધ કરાવી . દઈશ તારી ખુરશીઓ ભરી જઈશ.. જેનાથી કંટાળી યુવાન ગાંધીધામ પરિચિત જશુભાઈ કસોટની પાની દુકાને નોકરી કરવા લાગ્યો હતો.
પરંતુ પિતાની તબિયત સારી ન હોય તે 10 દિવસમાં મેટોડા પરત ફર્યો હતો. ત્યારબાદ ગાંડુભાઈ સાથે વાત કરી રૂપિયા 25,000 ના 40,000 આપવાના અને દર મહિને રૂ. 5,000 હપ્તો આપવાનું નક્કી કરી સમાધાન કર્યું હતું. બાદમાં યુવાને 5000 ના બે હપ્તાન કુલ રૂપિયા 10,000 આપ્યા હતા તેમ છતાં હજુ તે રૂપિયા 30,000 માંગે છે. જ્યારે એક મહિના પહેલા યુવાને પૈસાની જરૂરિયાત કરતા રાહુલ ઉર્ફે ગાંડુના નાના ભાઈ મનીયા પાસેથી રૂપિયા 25000 વ્યાજે લીધા હતા. જેમાં રોજનું રૂપિયા 400 વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું તેને પણ એક મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું કુલ રૂપિયા 12000 ચૂકવ્યા હતા જો વ્યાજ ચૂકવવામાં મોડું થાય તો તે પેનલ્ટી લગાવતો હતો. બાદમાં યુવાને આ બંને ભાઈઓને મુદ્દલ રકમ લઈ લેવાની વાત કરતા તેઓ કહેતા હતા કે રૂપિયા તો તારે વ્યાજ સાથે પૂરા આપવા પડશે નહીંતર તારી દુકાન બંધ કરાવી સામાન ભરી જઈશ. જેથી અંતે યુવાને ચીભડાનાં આ બંધુ સામે મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે મની લેન્ડ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર