પ્રમુખ પદ ઉપર પરેશ મારૂ, ઉપપ્રમુખ પદે સુમીત વોરા તેમજ ટ્રેઝરર, લાઈબ્રેરી સેક્રેટરી, મહિલા અનામત અને કારોબારીના 7 હોદ્દા ઉપર સમરસ પેનલની જીત
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં આ વખતે મોટો અપસેટ થયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ચૂંટણીમાં એકતરફી જીત મેળવતાં બકુલ રાજાણીની આ વખતે ત્રિપાંખીયા જંગમાં હાર થઈ છે. તેમની સામે સમરસ પેનલના સભ્યોનો દબદબો રહ્યો છે. તેમને 7 હોદ્દાઓ ઉપર જીત મળી છે. મળતી માહિતી મુજબ, રાજકોટમાં પ્રથમ વખત નવી કોર્ટ ખાતે બાર એસો.ની ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ સમર્થીત વકીલોની 3 પેનલે ચૂંટણી મેદાનમા ઝંપલાવ્યુ હતુ. જે બાર એશો.ની ચુંટણીના ત્રિપાખીયા જંગમા સમરસ પેનલનો દબદબો રહયો હતો. જેમા પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, લા. સેક્રેટરી, મહિલા અનામત અને 7 કારોબારીના હોદા પર સમરસ પેનલના ઉમેદવારોની જીત થઇ હતી. જયારે સેક્રેટરી, જો. સેક્રેટરી અને બે કારોબારીની બેઠક કાર્યદક્ષ પેનલના ફાળે ગઇ હતી પ્રમુખ પદ પર એકટીવ પેનલના બકુલ રાજાણી, સમરસ પેનલના પરેશ મારૂને ટકકર આપી હતી. પરંતુ એકપણ હોદા પર જીતનો સ્વાદ ચાખ્યો ન હતો.
રાજકોટ બાર એશો.ની પ્રતિષ્ઠાભરી ચુંટણીમા આ વર્ષે ભાજપ સમર્થીત વકીલોની 3 પેનલ આમને સામને મેદાનમા આવતા રાજકોટ બાર એશો.ની ચુંટણીનો માહોલ ગરમાયો હતો. રાજકોટ બાર એશો.ના પ્રમુખ પદ સહીતના 16 હોદા ઉપર 51 ઉમેદવારોએ ચુંટણીમા ઝંપલાવ્યુ હતુ. ગઇકાલે મતદાન યોજાયુ હતુ જેમા 57.37 ટકા મતદાન નોંધાયુ હતુ. ગત વર્ષની સરખામણીએ મતદાન નિરશ રહયુ હોય તેમ 7 ટકા મતદાનનો ઘટાડો થયો હતો. બપોર બાદ મત ગણતરી હાથ ધરવામા આવી હતી. મત ગણતરીમા રસાકસી ભર્યા માહોલ વચ્ચે મધરાત્રે ચુંટણી પરીણામ જાહેર કરવામા આવ્યુ હતુ જેમા સમરસ પેનલે પ્રમુખ સહીત 12 હોદા પર જીત હાંસલ કરી હતી અને કાર્યદક્ષ પેનલ માત્ર 4 હોદા કબજે કરી શકી હતી. જયારે પુર્વ પ્રમુખ બકુલ રાજાણીએ પ્રમુખ પદ પર જબરી ટકકર આપી હતી પરંતુ બકુલ રાજાણીની એકટીવ પેનલના એકપણ ઉમેદવારે જીતનો સ્વાદ ચાખ્યો ન હતો.
રાજકોટ બાર એશો.ની ચુંટણીના પરીણામમા સમરસ પેનલનો વિજય થયો હતો. જેમા પ્રમુખ પદે પરેશ મારૂ, ઉપ પ્રમુખ પદે સુમીત વોરા, ટ્રેઝરર પદે પંકજ દોંગા, લા. સેક્રેટરીમા કેતન મંડ, મહીલા અનામતમા રક્ષાબેન ઉપાધ્યાય અને કારોબારીમા સંજય ડાંગર, તુષાર દવે, પ્રગતી માકડીયા, પરેશ પાદરીયા, અશ્ર્વીન રામાણી, નીકુંજ શુકલ અને મુનીશ સોનપાલનો વિજય થયો હતો. જયારે કાર્યદક્ષ પેનલના સંદિપ વેકરીયાએ સેક્રેટરી, જીતેન્દ્ર પારેખે જોઇન્ટ સેક્રેટરી અને કિશન રાજાણી તથા હિરેન ડોબરીયાએ કારોબારી સભ્ય પદે જીત હાંસીલ કરી હતી. ચુંટણી પરીણામ જાહેર થતા નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે મધરાત્રે ઢોલ નગારા સાથે જીતનો જશ્ર્ન મનાવવામા આવ્યો હતો અને વિજેતા ઉમેદવારોને વકીલોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
સમરસ પેનલને બહુમતિથી જીતાડવા બદલ આભાર માનતા દિલીપ પટેલ
રાજકોટ શહેરની અતિ પ્રતિષ્ઠાભર્યા રાજકોટ બાર એસોસિએશન ચુંટણીના જંગમાં સમરસ પેનલને જીત અપાવનાર તમામ સમાજના વકિલ ભાઈ-બહેનો તથા અલગ અલગ બાર એસો.નો દીલથી આભાર બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દીલીપ પટેલ, રેવન્યુ બા2ના પ્રમુખ 2મેશ કથીરીયા, વિજય તોગડીયા, નોટરી એસો.ના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, યોગેશ ઉદાણી, હસમુખ જોષી, મહિલા બારના બીનલ 2વેશીયા, સ્મીતાબેન અત્રી, મહેશ્વરીબેન ચૌહાણ, ક્રિમીનલ બારના રાજકુમાર હેરમા, હિતુભા જાડેજા, જે. એન. રાણા સહિતનાએ સમરસ પેનલના સમર્થનમાં જંગી મતદાન કરી જીતાડવા તમામનો આભાર માનેલો હતો. સમરસ પેનલ એક જુટ થઈ એક એક મતદારને પોતાના તરફી સમજાવવામાં પ્રમુખ પરેશ મારૂ અને તેની તમામ ટીમ સફળ રહેલ હતી અને ભાજપા લીગલ સેલના મેમ્બર વિરેન વ્યાસ, વીમલ ડાંગર, ધર્મેશ સખીયાએ પણ સમરસ પેનલના સમર્થનમાં લીગલ સેલના મતદારોને સમરસ પેનલની મતપેટી સુધી પહોચાડવામાં સફળતા મેળવેલ હતી. રાજપુત સમાજના સૌથી વધુ વકિલો રૂપરાજસિંહ પરમાર, અશોકસિંહ વાઘેલા, ઈન્દુભા ઝાલા, રામદેવસિંહ ઝાલા, અજય ચૌહાણ, પ્રકાશસિંહ ગોહિલ, વિજયસિંહ ચૌહાણ, જે. એ.રાણા, હિતુભા જાડેજા સહિતના આગેવાનોની સમરસ પેનલના સમર્થનમાં મીટીંગ મળેલ હતી. સમરસ પેનલના નામી અનામી તમામ વકિલ ભાઈ-બહેનો સમાજના શ્રેષ્ઠીઓનો આભાર બાર કાઉન્સીલના મેમ્બર દીલીપ પટેલ, પ્રદેશ કારોબારીના સભ્ય હિતેશ દવે, બીમલ જાની, વિશાલ ગોસાઈ, હરેશ પરસોંડા, દીલીપ મહેતા, યોગેશ ઉદાણી સહિતના સંખ્યાબંધ વકિલોનો સમ2સ પેનલને જીતાવા મહત્વનો ભાગ રહેલ હતો.