રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે શિબિરનું આયોજન : શિબિરમાં ભાગ લેનાર લોકોને અનેક બિમારીમાંથી રાહત મળે છે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી
(આઝાદ સંદેશ), રાજકોટ : નવા દ્રષ્ટિકોણવાળી શિબિર અમદાવાદ, સુરત અને ભાવનગરની ભવ્ય સફળતા બાદ રાજકોટ શહેરમાં પ્રથમવાર યોજાવા જઇ રહી છે. શિબિરના સૂત્રધાર આલયજીએ છેલ્લા 30 વર્ષથી સતત સાધના દ્વારા જે પરિવર્તન પોતાના જીવનમાં લાગ્યા છે તેને સામાન્ય લોકો સુધી સરળ રીતે પહોંચાડવા માટે તેઓ સત પ્રયત્નશીલ છે તેમની એક જ ઇચ્છા છે કે, માણસ પોતાની શકયતાઓને વિકસાવી શકે અને પોતાનું જીવન સ્વાસ્થ્ય અને આનંદથી વ્યતિત કરી શકે. રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં તા. 19થી 24 ડિસેમ્બર સુધી સવારે 6:30થી 8:30 સુધી નિ:શુલ્ક શિબિરનું આયોજન કરી રહ્યું છે. આપણે બધા ઇચ્છીએ છીએ કે આપણું જીવન ઉર્જા અને આનંદથી ભરેલું હોય પરંતુ આ શકય કેવી રીતે છે ? પાછલા 30 દિવસથી શહેરમાં જાગૃત્તતા ફેલાવવા માટે આ સંસ્થાના યુવાનો દેશના અલગ-અલગ રાજ્યોમાંથી ગારગીમાં, સુનિયાજી, તારીનીજી, સરસ્વતીજી, પેમલજી, તનુજાજી, કલકીજી, અંકુરજી, મૃયુંજય મળીને રાજકોટ શહેરમાં હજારો લોકો સાથે મુલાકાત લીધી છે અને તેમને શ્રેષ્ઠ પ્રતિસાદ મળી રહ્યો છે. આ શિબિરનો કોઇ ધાર્મિક સંપ્રદાય કે રાજકીય સમૂદાય સાથે સંબંધ નથી અને તેનો કોઇ વ્યવસાયિક હેતુ પણ નથી. એકમાત્ર મકસદ છે માનવ ચેતનાનું ઉન્નતિકરણ, જેથી દરેક વ્યક્તિ સંપન્ન જીવન જીવી શકે. દેશના વિવિધ શહેરોમાં આ શિબિરમાં ભાગ લેનારા હજારો લોકોને શારીરિક અને માનસિક સ્તરે ઘણા લાભ મળ્યા છે જેમ કે 20-30-40-50 કિલો વધુ વજન ઘટાડવું, બ્લડ પ્રેશર, એસ્થમા, માઇગ્રેન, ડાયાબિટીસ, કબજિયાત જેવી બિમારીઓમાંથી મુક્તિ મેળવી અનેક લોકોએ થાયરોઇડ, હૃદય સંબંધિત સમસ્યા, તણાવ અને દવાઓથી રાહત મળી છે. યોગ્ય આહાર, યોગ્ય વ્યાયામ, યોગ્ય નિંદ્રા, ધ્યાન પર આધારિત આ શિબિરની કેન્દ્રિય વિચારધારા આપણા મગજની ઉર્જાને જાગૃત કરે છે જે વ્યક્તિને પોતાના જ ગુરુ બનવા તરફ દોરી જાય છે. આ ટૂંકા સમયગાળામાં શહેરનાં વિવિધ ગ્રુપ અને સોસાયટીઓમાં જેમ કે સિલ્વર હાઇટસ, એસ્ટ્રોન સોસાયટી, રાજ રેસિડેન્સી, સુવર્ણભૂમિ, સરદાર બાગ, આર.કે. યુનિવર્સિટી, આર.કે. એમ્બિયન્સ અને અનેક ઘર-ઘર જઇ 150થી વધુ ડેમો સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 6500 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
સત્ર બાદ વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલ અદ્રશ્ય નાસ્તો આપવામાં આવશે જે મગજની ઉર્જા જાગૃત કરવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે જરુરી પોષક તત્વો પુરા કરશે. શિબિરમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન બાદ એન્ટ્રી કાર્ડના માધ્યમથી શિબિરમાં ભાગ લઇ શકાશે. આ કાર્યને વધુમાં વધુ સફળ બનાવવા માટે રાજકોટના ઉદ્યોગપતિઓ અને સેવાભાવી લોકો જોડાણા છે જેમાં મુકેશભાઇ ગાજીપરા, નરોત્તમભાઇ પરસાણા, દિનેશભાઇ પટેલ, સંજયભાઇ સગપરિયા, અશ્ર્વિનભાઇ ખુટ, દિનેશભાઇ ઉમિયા-ચા, કાંતિભાઇ ગજેરા, વસંતભાઇ લીંબાસિયા, અમિતભાઇ દેસાઇ જહેમત ઉઠાવે છે તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં આયોજકોએ જણાવ્યું હતું.