બુધવાર, ડિસેમ્બર 18, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગુંદાસરા ગ્રામ પંચાયતના વાલમેન ધીરૂ શીશાંગીયાને ગામના જ આશિષ રામોલિયાની જાનથી મારી...

ગુંદાસરા ગ્રામ પંચાયતના વાલમેન ધીરૂ શીશાંગીયાને ગામના જ આશિષ રામોલિયાની જાનથી મારી નાખવાની ધમકી

આશિષે અગાઉ જે યુવતી સાથે મૈત્રી કરાર કરેલા હોય જે હાલ ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હોય તેની સાથે વાત કરતાં બંનેને ધમકાવ્યા

(આઝાદ સંદેશ), રાજકોટ : ગોંડલ તાલુકાના ગુંદાસરા ગ્રામ પંચાયતના વાલમેનને ગામના જ શખસે કોમ્પ્યુટર ઓપરેટર યુવતી સાથે વાત કરવા બાબતે જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. યુવતી સાથે અગાઉ ધમકી આપનારે મૈત્રી કરાર કરેલા હતા.
મળતી માહિતી મુજબ, ગોંડલના ગુંદાસર ગામમાં રહેતાં ધીરજભાઇ ઉર્ફે પિરો દીલીપભાઈ શીશાંગીયા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આશિષ રમેશ રામોલિયા (રહે.ગુંદાસરા) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ગુંદાસરા ગામમા મનાલી હેર સલુન નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ હાલ ગુંદાસરા ગ્રામ પંચાયતમાં વાલમેન તરીકે કામ કરે છે. ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી યુવતીએ વર્ષ 2022 મા ગુંદાસરા ગામમા રહેતા આશિષ રામોલીયા સાથે મૈત્રી કરાર કરેલ હોય અને તેઓ બન્ને એકાદ વર્ષ સાથે રહેલ અને બાદમા મૈત્રી કરાર પુર્ણ કરી બન્ને અલગ થઇ ગયેલ હતાં.
હાલ તે યુવતી ગ્રામ પંચાયતમાં કામ કરતા હોય જેથી બન્ને અવાર નવાર ભેગા થતા અને એકાબીજાના કામ સબબ વાતચીત કરતા હતાં જેથી આશિષ રામોલીયાને અમારા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોય તેવી શંકા રાખી ગઇ તા.06/12/2024ના સવારના સમયે આશિષ તેમની પાસે આવેલ અને કહેવા લાગેલ કે, તુ કેમ તેની સાથે વાતચીત કરે છે. હવે તમે બન્ને સાથે વાતચીત કરતા ક્યાય જોવા મળશો તો તમારા ટાટીયા ભાંગી નાખીશ તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી ત્યાથી જતો રહેલ હતો. ત્યારબાદ તા.11 ના ફરીવાર તે મળેલ અને કહેલ કે, તમે બન્ને મને સાથે જોવા મળશો કે વાતચીત કરતા હોય તેવી મને જાણ થશે તો તને જીવતો રહેવા નહી દવ તેમ કહી મારી નાખવાની ધમકી આપી જતો રહેલ હતો. તેમજ તે યુવતીએ પણ વાત કરેલ કે, આશિષ અમારા ઘર પાસે શેરીમા આવેલ અને કહેલ કે, તુ ધીરા વાણંદ સાથે વાતચીત કરીશ તો તને પણ જીવતી નહી રહેવા દઉં તેમ કહી મારી નાખવાની ધમકી આપેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર