શનિવાર, ડિસેમ્બર 14, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 14, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટનોકરી મુકી પતિએ સ્પાનો ધંધો કરવા પિતા પાસેથી રૂ. 13 લાખ લીધા...

નોકરી મુકી પતિએ સ્પાનો ધંધો કરવા પિતા પાસેથી રૂ. 13 લાખ લીધા : પત્નીને ત્રાસ આપી સાસરિયાઓએ તગેડી મુકી

સાધુ વાસવાણી રોડ ઉપર માવતરે રહેતી ખ્યાતીબેન ભાલોડી (ઉ.વ.36)ની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ

(આઝાદ સંદેશ),રાજકોટ: હાલ પિયરને ત્યાં સાધુ વાસવાણી રોડ પરનાં પાટીદાર ચોકમાં વસંત વિહાર બિલ્ડીંગમાં રહેતી ખ્યાતીબેન નામની 36 વર્ષની પરણિતાએ પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ખ્યાતીબેને જણાવ્યું છે કે, છેલ્લા, અઢી વર્ષથી પિયરમાં સાત વર્ષની પુત્રી સાથે રહે છે. 2015માં તેના લગ્ન થયા હતાં. સાતેક માસ સુધી ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો. તે વખતે પતિ પ્રિતેશ એક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. પતિને પોતાનો ધંધો શરૂ કરવો હોવાથી નોકરી મુકી સાતેક મહિનાથી ઘરે બેઠો હતો. તે વખતે સસરા ચીમનભાઈ નાથાભાઈ ભાલોડી મેઈન પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા હતાં.
પતિએ નોકરી મુકી દેતા ઘરની આર્થિક સ્થિતિ ખોરવાઈ ગઈ હતી. તેવખતે પતિએ તેને કહ્યું કે, મારે સ્પાનો ધંધો ચાલુ કરવો છે. જેથી મને રૂા. 13 લાખ આપ. જેથી તેના પિતાએ રૂા. 13 લાખ આપ્યા હતાં. પતિએ થોડો સમય સ્પાનો ધંધો કર્યો હતો. બાદમાં કોન્ટ્રાકટર પૈસા લઈને જતો રહ્યો હતો તેવું પતિએ કહ્યું હતું.
પુત્રી અઢી માસની થતાં સાસરિયામાં રહેવા ગઈ હતી. તેના થોડા દિવસો બાદ પતિ આફ્રિકા ખંડના દેશ મડાગાસ્કરમાં ધંધો કરવા માટે જતો રહ્યો હતો. પાછળથી સાસુ ઘરનાં કામકાજ બાબતે તેની સાથે ઝઘડો કરી મેણાં ટોણા મારતા હતાં. તેના માતા પિતાને પણ ગાળો આપતા હતાં. એટલું જ નહિં આવેશમાં આવી તેને તમાચા મારી ધક્કો મારી પણ દેતા હતાં. અધુરામાં પુરૂ તેની પુત્રીને તેના હાથમાંથી ખેંચી પણ લેતા હતાં. આ બધુ સસરા મુંગા મોઢે જોતા હતાં.
પતિ એકાદ વર્ષ પછી મડાગાસ્કરથી રાજકોટ પરત આવ્યો હતો. બાદમાં ત્રણેક મહિના માટે પુત્રી અને તેને ત્યાં લઈ ગયો હતો. જયાંથી પરત સાસરીયામાં આવી ગઈ હતી. સાસરીયામાં ફરીથી સાસુ ચંદ્રિકાબેન નાની નાની બાબતમાં ઝઘડો કરી ગાળો આપતા હતાં. પિત્રાઈ ભાઈ રાજેશ મડાગાસ્કર જતા તેની સાથે તે પણ પુત્રીને લઈને ત્યાં ગઈ હતી. જયાં એકાદ વર્ષ સુધી રોકાયા બાદ ફરીથી રાજકોટ આવી ગઈ હતી. એકાદ મહિના બાદ સાસુ સસરા સાથે ફરીથી મડાગાસ્કર ગઈ હતી. એકાદ વર્ષ ત્યાં સાસુ સસરા રોકાઈ રાજકોટ આવી ગયા હતાં.
જે દરમિયાન તેના પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોવાનું મોબાઈલ ફોનથી જોવા મળ્યું હતું. એટલું જ નહિ પરંતુ પતિ જુગાર રમતો હોવાની માહીતી મળતા પતિને સુધરી જવાનું કહ્યું હતું. આ સમય ગાળા દરમિયાન પાંચથી છ માસ સુધી તેની તબિયત ખરાબ રહી હતી. તે વખતે પતિએ કોઈસારવાર નહી કરાવતા તબીયત વધુ બગડી હતી અને પતિ પાસે મડાગાસ્કરથી રાજકોટ મોકલવાનાં પૈસા ન હતાં.
જેથી તેના પિતાએ ટીકીટનાં પૈસા મોકલતા તે પુત્રી સાથે રાજકોટ આવી હતી. ત્યારબાદ સાસુ સસરા સાથે સાતેક મહિના સુધી રહી હતી. જે દરમિયાન તેની કે પુત્રીની સાર સંભાળ લીધી ન હતી. તેનું સ્વાદપીંડ સુકાઈ જતા તેની સારવાર પણ તેના પિતાએ કરાવી હતી. હાલ પણ સારવાર ચાલુ છે. જેનો ખર્ચ તેના પિતા ભોગવે છે. દોઢેક વર્ષ પહેલા પુત્રીને સહમતીથી સાસુ સસરાને સોંપી હતી. પતિને અવાર નવાર સુધરી જવા સમજાવ્યા હતાં. પરંતુ નહિ સમજતા આખરે ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર