ગુરુવાર, ડિસેમ્બર 12, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં મોટો થયો છું હવે કમિશનર તરીકે સારામાં સારૂં કામ આપવું છે

રાજકોટમાં મોટો થયો છું હવે કમિશનર તરીકે સારામાં સારૂં કામ આપવું છે

અધિકારીઓ સાથે સંકલન કરીને સારામાં સારા પ્રજાલક્ષી કામ કરીશ : રાજકોટના 34માં મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુવેરાએ ‘વિજય મુહુર્ત’માં ચાર્જ સંભાળ્યો

(આઝાદ સંદેશ) રાજકોટ: રાજકોટના તત્કાલિન કમિશનર દેવાંગ દેસાઇની બદલી થતાં તેમના સ્થાને રાજકોટના 34માં મ્યુનિસિપલ કમિશનર તરીકે આવેલા તુષાર સુવેરાએ આજે બપોરે ‘વિજય મુહુર્ત’માં કમિશનરપદનો ચાર્જ સંભાળ્યો હતોે. તેઓએ મિડિયા સાથે વાતચિત કરતાં એમ કહ્યું હતું કે, હું રાજકોટમાં મોટો થયો છું અને હવે કમિશનર તરીકે સરકારે જવાબદારી સોપી છે ત્યારે રાજકોટને સારામાં સારૂં કામ આપવું છે.
ભરૂચમાં કલેક્ટર તરીકેની જવાબદારી સંભાળીને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે આવેલા તુષાર સુવેરાએ મિડિયા સાથે આજે ઔપચારિક વાતચિત કરી હતી અને કહ્યું હતું કે, રાજકોટની ઓળખ સ્માર્ટસિટી તરીકેની છે.ત્યારે રાજકોટ માટેની મારી જવાબદારી વધી જાય છે. અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. અને, ટાઉનપ્લાનિંગમાં પ્લાન મંજૂર કરવા સહિતની કામગીરી અટકી પડી છે. આ મુદ્દે આજે બિલ્ડર એસો. દ્વારા રેલી પણ યોજાઇ હતી ત્યારે ટાઉનપ્લાનિંગની કામગીરીને ઝડપી બનાવવા માટે શું કરશો ? તેવા એક સવાલમાં નવનિયુક્ત કમિશનર તુષાર સુવેરાએ કહ્યું હતું કે, આજે હજી મેં કમિશનર તરીકે ચાર્જ લીધો છે. ત્યારે અત્યારથી જ કંઇ કહેવું એ બહું વહેલું ગણાશે. પણ, મહાનગરપાલિકાના તમામ અનુભવી અધિકારીઓ સાથે સંકલન કરીને રાજકોટની સમસ્યા જેવા તમામ મુદ્દાઓ, પ્રશ્ર્નો અને સમસ્યા હલ કરવામાં આવશેે. રાજકોટ સાથે બાળપણથી નાતો હોવાનું કહીને તેઓએ એમ કહ્યું હતું કે, મારૂં બાળપણ રાજકોટમાં પસાર થયું છે. સરકારે આ શહેરમાં જ મનેે કમિશનરની જવાબદારી સોંપી છે. ત્યારે રાજકોટ માટે સારામાં સારા કામ કરવાનો અને જનતાના પ્રશ્ર્નો, સમસ્યાને હલ કરવાનો મારો પ્રયત્ન રહેશે.

પોતાની શાળાઓ જોઇને ભાવુક થયા તુષાર સુવેરા: કાર થંભાવી દીધી

તેઓએ એમ કહ્યું કે, આજે સરકીટ હાઉસથી કોર્પોરેશન કચેરીએ આવતો હતો ત્યારે, રસ્તામાં મારી સ્કૂલ આવી એ જોઇને વિદ્યાર્થીકાળનો સમય યાદ આવી ગયો હતો. જે સ્કૂલમાં મને વિદ્યાદાન મળ્યું છે એ સ્કૂલ પાસે કાર થંભાવીને મેં મારા વિદ્યાર્થીકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. રાજકોટમાં અભ્યાસકાળ દરમિયાન જ્યારે ગામ જવા બસસ્ટેન્ડ જતા ત્યારે રસ્તામાં કોર્પોરેશનની ઓફિસ આવતી હતી એ સમયે હું અહીં કમિશનર બનીને આવીશ એવી ક્લ્પના પણ કરી નહોતી.

ભરૂચ કલેક્ટર દરમિયાન તુષાર સુવેરાની ઉડીને આંખે વળગે તેવી કામગીરી

ભરૂચ ખાતે કલેક્ટર તરીકે ફરજ બજાવ્યા બાદ હવે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે આવેલા તુષાર સુવેરાએ ભરૂચમાં તેમના કાર્યકાળ દરમિયાન ઉડીને આંખે વળગે તેવી અનેક કામગીરી કરી છે. આમાં લીવેબલ ભરૂચ અને લીવેબલ અંકલેશ્ર્વરની પહેલ થકી શહેરને રહેવા લાયક અને માણવાલાયક બનાવવાની કવાયત કરી હતી. શહેરને સ્વચ્છ બનાવવા માટે ધરમૂળથી વ્યવસ્થાઓમાં ફેરફાર ર્ક્યો છે. કલેકટર તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને સાંકળી ભરૂચની લુપ્ત થતી કલા સુજની જીવંત બનાવી, ભરૂચ જિલ્લાની સુજની વણાટ કામકળાને ૠઈં ટેગ મળ્યો. જે ભરૂચ જિલ્લાની પ્રથમ ૠઈં ટેગ પ્રોડક્ટ છે. ઉત્કર્ષ પહેલ થકી જિલ્લામાં તમામ સામાજિક સુરક્ષાની યોજનાઓનું સો ટકા કવરેજ કર્યું. ભારતમાં સામાજિક સુરક્ષા યોજનાનું સેચ્યુરેશન કરનાર પ્રથમ જિલ્લો બન્યો. કૃષિ ઉત્કર્ષ પહેલ થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો અને તેમની આવક વધારવાના પ્રયત્ન કર્યા. જિલ્લાના તમામ કચેરીઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન માટે ઓનલાઇન સોફ્ટવેર થકી પ્રશ્ર્નો અને તેના ત્વરિત નિરાકરણની વ્યવસ્થા ઊભી કરી.વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ થકી કલેકટરને મળવા આવતા તમામ મુલાકાતીઓના પ્રશ્ર્નો અને સંબંધિત કચેરીઓ સાથેના ફોલોઅપ અને પ્રશ્ર્નોના નિરાકરણની વ્યવસ્થા ઊભી કરી. ભરૂચમાં 2023માં પૂર દરમિયાન જિલ્લામાં માનવજાનીને થતા રોકી. 24 કલાકમાં શહેરની સફાઈ કરાવી પૂર સર્જિત રોગચાળો થતો અટકાવ્યો. ભરૂચના પૌરાણિક નવનાથ મંદિરનો ર્જીણોદ્ધાર કરાવ્યો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર