સોમવાર, માર્ચ 9, 2026

ઈ-પેપર

સોમવાર, માર્ચ 9, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટ09 માર્ચના મહત્વના સમાચાર : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી,...

09 માર્ચના મહત્વના સમાચાર : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, હાઇકોર્ટ પરિસરમાં BDDS ટીમ, SOG ક્રાઇમ અને સ્થાનિક પોલીસની ટીમ પહોંચી

રાજકોટઃ રેન્જ આઇજી તરીકે નિર્લિપ્ત રાય સંભાળશે ચાર્જ

રાજકોટ રેન્જના નવા આઈજી તરીકે Nirlipt Rai ચાર્જ સંભાળશે. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ એકશન મોડમાં જોવા મળ્યા છે. રેન્જના જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક કર્યા બાદ તેઓ સીધા ગોંડલ જવાના છે, જ્યાં પોલીસકર્મીઓ સાથે બેઠક કરીને માર્ગદર્શન આપશે. તેમની ગોંડલ મુલાકાતને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે. અગાઉ તેમની બદલીનો ઓર્ડર આવ્યો ત્યારે ગોંડલમાં રાજકીય ચર્ચાઓ તેજ થઈ હતી. કડક અને કાર્યક્ષમ અધિકારી તરીકે ઓળખ ધરાવતા નિર્લિપ્ત રાયની મુલાકાતને કારણે ગોંડલમાં ફરીથી ચર્ચાઓનું વાતાવરણ બન્યું છે.

વડોદરા: ભાજપનું સંગઠન જાહેર થતા રાજનીતિમાં ગરમાવો

વડોદરામાં ભાજપનું નવું સંગઠન જાહેર થતા રાજનીતિમાં ગરમાવો ફેલાયો છે. ડેસરના પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલજીએ સંગઠનમાં અન્યાય થયાનો આક્ષેપ કર્યો અને પોસ્ટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ડેસર તાલુકામાં કોઈને જવાબદારી ન મળતા રોષ ફેલાયો છે, જ્યારે વડોદરાની મહિલા નેતાને જવાબદારી આપતા સોશિયલ મીડિયા પર અન્યાયનો મેસેજ વાયરલ થયો છે. નરેન્દ્રસિંહ રાઉલજીએ બળાપો કાઢતાં ચર્ચાએ રાજકીય માહોલમાં જોર પકડ્યો છે.

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈ મેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. હાઇકોર્ટ પરિસરમાં BDDS ટીમ, SOG ક્રાઇમ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ

અમદાવાદ : નવરંગપુરા સ્થિત ગ્રામ્ય કોર્ટને ફરી બોમ્બની ધમકી

અમદાવાદ : નવરંગપુરા સ્થિત ગ્રામ્ય કોર્ટને ફરી બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. કોર્ટને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. પોલીસ, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. સાવચેતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાવાયું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર