સોમવાર, માર્ચ 9, 2026

ઈ-પેપર

સોમવાર, માર્ચ 9, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઅ-ન્યુઝ ફ્લેશRajkot: બિપિન રાવત અંડર બ્રિજ નજીક રેલવેનું મેગા ડિમોલેશન, 350થી વધુ ઝુપડાઓ...

Rajkot: બિપિન રાવત અંડર બ્રિજ નજીક રેલવેનું મેગા ડિમોલેશન, 350થી વધુ ઝુપડાઓ દૂર

રાજકોટ શહેરમાં આજે રેલવે વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની વિશાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના સીડીએસ બિપિન રાવત અંડર બ્રિજ નજીક વર્ષોથી રેલવેની જમીન પર થયેલા દબાણને દૂર કરવા માટે મેગા ડિમોલેશન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યવાહી દરમિયાન અંદાજે 350થી વધુ ઝુપડાઓ અને અસ્થાયી માળખાઓને તોડી પાડવામાં આવ્યા હતા. રેલવે વિભાગ દ્વારા લગભગ પાંચ એકર જેટલી જમીન દબાણમુક્ત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ડિમોલેશન માટે તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્થળ પર 20થી વધુ જેસીબી મશીનો અને 50થી વધુ ટ્રેક્ટરોની મદદથી તોડફોડ અને કચરો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી.

કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલવે પોલીસ, આરપીએફ, માલવીયાનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિત કુલ 400થી વધુ પોલીસ કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા.

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ લાંબા સમયથી થયેલા દબાણને દૂર કરી જમીન ખુલ્લી કરાવવાથી ભવિષ્યમાં રેલવેના વિકાસ કાર્યોને ગતિ મળશે. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર