રાજકોટઃ ધુળેટી પર્વ પર રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના
રાજકોટઃ ધુળેટી પર્વ પર રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના બની. સાંજા ચુલા નામના રેસ્ટોરન્ટમાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે. નશાની હાલતમાં જમવા અંગે માથાકૂટ થઈ.
અમદાવાદ: નિકોલ હદ વિસ્તારમાં સર્જાયો અકસ્માત
અમદાવાદ: નિકોલ હદ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. PCR વાનના આઉટસોર્સિંગ કર્મચારીએ અકસ્માત સર્જ્યો. રાહદારીઓએ એકઠા થઈને કારચાલકને માર્યો માર. PCR ચાલક નશામાં હોવાનો રાહદારીઓને આક્ષેપ છે.
પાટણઃ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રખાવ ગામમાં ગ્રામજનોએ દેશી દારૂના અડ્ડા સામે જનતા રેડ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ગામમાં ચાલતા દારૂના ધંધાથી કંટાળી લોકોએ અચાનક દરોડા પાડીને દારૂ બનાવવા માટે વપરાતી સામગ્રીનો નાશ કર્યો હતો. ગ્રામજનોનો આરોપ છે કે આ ગેરકાયદે ધંધા સામે કાર્યવાહી કરવા બદલે પોલીસ હપ્તા લેતી હોવાના કારણે દારૂનો વેપાર ચાલુ રહ્યો છે. ત્યારબાદ ગ્રામજનો દેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે પોલીસ મથકે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને PI વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદઃ શહેરકોટડામાં ૩ ફેક્ટરીમાં આગ
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં મોડી રાત્રે સેવ બનાવતી એક ફેક્ટરીમાં આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. એક ફેક્ટરીમાં લાગી આગ થોડી જ વારમાં નજીકની અન્ય બે ફેક્ટરીઓ સુધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની આ ઘટનામાં બે વ્યક્તિઓ દાઝ્યા હોવાની માહિતી મળી છે. આગ એક કંપનીમાંથી બીજી કંપનીમાં ફેલાતાં નજીક આવેલી ચાલીઓ સુધી આગ ફેલાવાની શક્યતા ઊભી થઈ હતી, જેથી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાત્રે લગભગ 2:23 વાગ્યે ફાયર વિભાગને કોલ મળ્યા બાદ ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે ભારે મહેનત બાદ લગભગ ચાર કલાકની કામગીરી પછી આગ પર કાબૂ મેળવ્યો હતો.


