શનિવાર, ડિસેમ્બર 14, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 14, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયલાલકૃષ્ણ અડવાણીને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેમને દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ટુંક સમયમાં હોસ્પિટલ તેમનું હેલ્થ બુલેટિન બહાર પાડશે.

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એકવાર લથડી છે. તેમને શનિવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અપોલોના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ તેમની હાલત સ્થિર છે. ટૂંક સમયમાં જ મેડિકલ બુલેટિન જારી કરવામાં આવશે. લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના છે. છેલ્લા 4-5 મહિનામાં ચોથી વખત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

3 જુલાઈના રોજ લાલકૃષ્ણ અડવાણીને દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા 26 જૂને તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુરોલોજી વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. બીજા દિવસે તેની એક નાનકડી સર્જરી કરવામાં આવી. આના થોડા સમય બાદ જ તેને રજા આપી દેવામાં આવી હતી.

અડવાણી લાંબા સમયથી બીમાર છે

એલ.કે.અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આ જ કારણ છે કે તે આજકાલ પોતાના ઘરે જ રહે છે અને કોઈ પણ સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેતો નથી. અડવાણીને આ વર્ષે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. પરંતુ તબિયતના કારણે તેઓ રાષ્ટ્રપતિ ભવનના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. તેમને તેમના નિવાસસ્થાને ભારત રત્ન આપવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ૩૦ માર્ચે તેમના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ તેમના નિવાસ સ્થાને હાજર હતા. તેમને ૨૦૧૫ માં પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. અડવાણી વાજપેયી સરકારમાં નાયબ વડાપ્રધાન હતા. તેઓ દેશના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર