શનિવાર, ડિસેમ્બર 14, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 14, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeમનોરંજનઅલ્લુ અર્જુનને 14 દિવસની જેલની સજા

અલ્લુ અર્જુનને 14 દિવસની જેલની સજા

હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટરમાં થયેલી ભાગદોડ મામલે આજે સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુન સામે ગુનો નોંધીને ઉતાવળમાં એની ધરપકડ કરી હતી. આ પછી પોલીસે અભિનેતાને કોર્ટમાં રજૂ કર્યો હતો. તેને ૧૪ દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને નામપલ્લી કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી ભાગદોડના કેસમાં પોલીસે આજે એફઆઇઆર નોંધતાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. આ પછી, પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં કોર્ટે અભિનેતાને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. તો બીજી તરફ અલ્લુ અર્જુનની અરજી પર પણ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

ટ્રાયલ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે, ત્યારે તેલંગાણા હાઇકોર્ટ તેની સામે નોંધાયેલી એફઆઇઆર રદ કરે છે કે કેમ તે જોવાનું રહેશે. રિમાન્ડ અંગેની રમત હજી પૂરી થઈ નથી. હાલ તો હવે બધાની નજર હાઇકોર્ટના નિર્ણય પર ટકેલી છે.

હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતું. ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન જ્યારે અલ્લુ અર્જુન થિયેટરમાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ચાહકોના આગમનને કારણે ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટનામાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી ફરિયાદના આધારે પોલીસે અલ્લુ અર્જુન સામે ગુનો નોંધીને ત્યાર બાદ તેની ધરપકડ કરી હતી.

Read: શિયાળામાં શાકભાજી આટલા સસ્તા થયા અને મોંઘવારી ઘટી, નવેમ્બરમાં…

અભિનેતાને તેના ઘરની નજીકથી ધરપકડ કરવામાં આવી હતી

અલ્લુ અર્જુનની તેના ઘર પાસે થયેલી ધરપકડથી માંડીને નામપલ્લી કોર્ટમાં હાજર થવા સુધીનું બધું જ સસ્પેન્સમાં રહ્યું હતું. આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને પોલીસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલાં ભર્યા હતા. તો બીજી તરફ અલ્લુ અર્જુન સાથે જોડાયેલા મામલા પર તેલંગાણાના સીએમે પોતાની પ્રતિક્રિયા આપી છે. “કાયદા સમક્ષ દરેક જણ સમાન છે… કાયદો આ કિસ્સામાં પોતાનો માર્ગ અપનાવશે. તેમણે કહ્યું કે આમાં કોઇની પણ દખલ નહીં થાય.

વિપક્ષી નેતાઓએ અલ્લુ અર્જુનની ધરપકડની નિંદા કરી

વિપક્ષી નેતાઓએ અલ્લુ અર્જુનની ધરપકડની નિંદા કરી છે. બીઆરએસના કાર્યકારી અધ્યક્ષ કેટીઆરએ કહ્યું કે અલ્લુ અર્જુન પ્રત્યે સરકારનું વલણ યોગ્ય નથી. અલ્લુ અર્જુનને સામાન્ય ગુનેગાર ગણવો યોગ્ય નથી. કેન્દ્રીય મંત્રી બાંદી સંજયે અલ્લુ અર્જુનની ધરપકડ માટે સરકારને જવાબદાર ઠેરવી હતી. ભાગદોડમાં મહિલાનું મોત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે આ ભાગદોડ માટે સરકારની નિષ્ફળતાને જવાબદાર ગણાવી હતી.

એફઆઈઆર રદ કરવાની માંગ કરતી હાઈકોર્ટમાં અરજી

સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુને હાઇકોર્ટનો પણ સંપર્ક કર્યો છે. અભિનેતાએ હાઈકોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરી છે જેમાં તાત્કાલિક સુનાવણી અને પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરવામાં આવી છે. કોર્ટે અલ્લુ અર્જુનની અરજી સ્વીકારી લીધી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર