ટી.આર.પી અગ્નિકાંડને લીધે વેઇટિંગ ફોર પોસ્ટિંગ રખાયેલા વિધિ ચૌધરી અને સુધીર દેસાઈને ફરજ સોંપાઈ
(આઝાદ સંદેશ),રાજકોટ: ગૃહ વિભાગે સોમવારે સાંજે 19 આઇપીએસ+ 6 એસપીએસ મળીને 25 ઓફિસરોની બદલી માટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ હતુ. જેમાં પોલીસ ભવનમાં સીઆઇડી ક્રાઈમ અને રેલ્વેના એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ- એડી. ડીજીપી ડો.એસ. પાંડિયન રાજકુમારને સિનિયર આઇપીએસ ડો.સમશેરસિંધની જગ્યાએ અર્થાત એડી. ડીજીપી (લો એન્ડ ઓર્ડર) તરીકે નિયુક્તિ કરાઈ છે. ડો. સમશેરસિંઘને લાંચ રૂશ્વત બ્યૂરો- અઈઇના ઈન્ચાર્જ ડાયરેક્ટર તરીકે યથાવત રાખાયા છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસની સહીથી પ્રસિદ્ધ આ બદલી ઓર્ડરમાં પાંડીયનને સ્થાને સીઆઇડી ક્રાઈમના એડી. ડીજીપી તરીકે અન્ય કોઈ આઇપીએસને નિયુક્ત તો નથી જ કરાયા પરંતુ, તેનો ચાર્જ પણ કોઈને સોપાયો નથી ! તો બીજી તરફ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશનની અટકળો વચ્ચે ડો.સમશેરસિંઘને રેગ્યુલર પોસ્ટિંગ પણ આપવામાં આવ્યુ નથી. જાણકારોમાં આશ્ચર્ય ઉપજાવતા ટ્રાન્સફર ઓર્ડર અંગે ગૃહ વિભાગના ટોચના અધિકારીનું કહેવુ છે કે ભારત સરકારમાં ડેપ્યુટેશનથી આઇપીએસ પિયુષ પટેલના આવ્યા પછી જાન્યુઆરીમાં ઈંઙજ બિરાદરીમાં મોટાપાયે ફેરફાર થશે. આ બદલીમાં સોશિયલ મિડિયાને કારણે છવાયેલા રહેતા અમદાવાદ પોલીસમાં ખાસ કમિશનરપદેથી અજય ચૌધરીને હટાવી દેવાયા છે. તો તાજેતરમાં જ અન્ય સ્ટેટ કેડરમાંથી ગુજરાત કેડરમાં સમાવિષ્ટ હિંમાશુ વર્માને વેઈટિંગ ફોર પોસ્ટિંગ રખાયા છે. તેમની જ બેચના અને અમદાવાદમાં ડેપ્યુટી કમિશનર રહેલા શ્રીપાલ સેસમાને પણ પ્રતિક્ષાયાદીમાં મુકી દેવાયા છે !