અનમોલપાર્કમાં રહેતા કેવલપુરી ગૌસ્વામી (ઉ.વ.22)એ ગળેફાંસો ખાઇ જીવ દેતાં કારણ જાણવા તજવીજ
(આઝાદ સંદેશ),રાજકોટ: ગીર સોમનાથના વડનગર ગામના યુવાને રાજકોટમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જો કે, તેણે ક્યાં કારણથી આ પગલું ભર્યું તે વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેવલપુરી જગદીશપુરી ગોસ્વામી (ઉ.22) બે ભાઇ અને બહેનમાં સૌથી નાનો હતો. તેના મોટાભાઇ સાથે આજીડેમ પાસેના અનમોલ પાર્ક શેરી નં.2માં ભાડાના મકાનમાં રહેતો હતો. બંન્ને ભાઇઓ ભુણાવામાં આવેલા કારખાનામાં કામ કરતા હતા.
જ્યાંથી ગઇકાલે કેવલપુરી વહેલો નીકળી ગયો હતો અને પોતાના ઘરે આવી પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જો કે તેના ભાઇ સહીતના પરિવારજનોને ક્યાં કારણથી આ પગલું ભર્યું તેની કોઇ જાણકારી નથી. તેથી આ બનાવ અંગે આજીડેમ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.