ગુરુવાર, ડિસેમ્બર 12, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટવેપારીનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બદનામ કરવાનું કાવત્રુ

વેપારીનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બદનામ કરવાનું કાવત્રુ

સાયબર ક્રાઇમ પોલીસે શ્યામ ભુત (ઉ.વ.32)ની ફરિયાદ પરથી ગુનો નોંધી અજાણ્યા શખસની શોધખોળ હાથ ધરી

(આઝાદ સંદેશ),રાજકોટ: રેયા ટેલીફોન એક્ષ્ચેન્જ પાસે હરિનગરમાં આવેલ સમ પ્લાઝામાં રહેતા કપડાના વેપારીનું અજાણ્યા શખસે ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેમાં તેના અને તેની 5ત્નીના ફોટા મુકી તેની સાથે બદનામ થાય તેવું લખાણ લખ્યાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. મળતી માહિતી મુજબ મુળ ધોરાજીના શ્યામભાઇ દિનેશભાઇ ભુત (ઉ.32)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા.22ના રોજ રાજકોટમાં રહેતા મામા નિલેશભાઇ દુદાણીએ જાણ કર્યા બાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઇ અજાણ્યા શખસે તેનું ફેક ઇન્સ્ટા આઇડી બનાવી તેના કોઇપણ રીતે ફોટા મેળવી, ફેક આઇડીમાં તેના અને તેની પત્નીના ફોટાઓ સાથે ધોખાધડીસે સાવધના, જાહેર નોટીસ કમ ચેતવણી, સર્તક રહે તેવા લખાણ સાથેનું પેજ બનાવી પોસ્ટ કર્યું હતું. જેથી તેણે સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આજે સાયબર ક્રાઇમ પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો દાખલ કરી તેની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર