(આઝાદ સંદેશ),રાજકોટ: ફરીયાદી આશીષભાઈ જાદવભાઈ નાંઢા 2હે.લક્ષ્મીવાડી મેઈન રોડ, નરેન્દ્ર પેલેસ એપાર્ટમેન્ટ, ફલેટ નં.101, રાજકોટવાળા આશરે 25 વર્ષથી શ્રી બંસીધ2 જવેલર્સના નામથી સોની બજા2 જુની ગધીવાડ, સોના ચેમ્બરની બાજુમાં, શ્રધ્ધા કોમ્પ્લેક્ષમાં સોનીકામ કરે છે. ફરીયાદીની ફરીયાદ જોવામાં આવે તો, આરોપી ગૌરાંગદાસ તરૂણદાસ તથા તેમના ભાઈ સૌરભદાસ તરૂણદાસ રહે. અમૃતવિલા એપાર્ટમેન્ટ ફલેટ નં.402, સુખસાગર સોસાયટી ભગવતીપરા, રાજકોટ વાળા બંનેએ એકબીજા સાથે મીલાપીપણું કરીને ફરીયાદીને જણાવેલ કે, ‘મારી પાસે ગુજરાત બહારના તથા ગુજરાતના સારા સારા વેપારી છે તો તમે જો મેટલ રોકો તો આપણે વેપા2ીઓને કહીને મોટે પાયે કામ ચાલુ કરીએ.’ તેવી વાતો કરીને વિશ્ર્વાસમાં લઈને ફરીયાદીની દુકાનમાં બંને ભાઈઓએ કામ શરૂ કરેલ હતું અને શરૂઆતમાં ફરીયાદીની સાથે વ્યવસ્થિત રીતે કામ કરી અને વેપારીઓ સાથે ફોનમાં વાત કરાવીને ફરીયાદીનો વિશ્ર્વાસ કેળવી ફરીયાદી પાસેથી અલગ અલગ તારીખે અને સમયે કુલ 3816.840 ગ્રામ ફાઈન સોનુ જેની આશરે કિંમત રૂા. 2,56, 12,932 (અંકે રૂપીયા બે કરોડ છપ્પન લાખ બાર હજાર નવસો બત્રીસ પુરા)નુ સોનુ દાગીના બનાવવા માટે આપેલ હતુ અને આરોપી ગૌ2ાંગદાસે ફરીયાદીને કહેલ કે, મારી પત્નીની તબીયત ખ2ાબ છે જેથી હું તેને દવાખાને લઈ જવાનું છે અને કાલે હુ વર્કશોપ ઉ52 આવીશ નહી. ત્યારબાદ બીજા દીવસે બંને આરોપીઓ ખોટા બહાનો કરીને ઘ2ને તાળાં મારીને ભાગી ગયેલ હતા અને બંનેએ પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી નાખેલ હતા. જેથી ફરીયાદીની સાથે આરોપીઓએ ફરીયાદીની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરેલ હોય, જે અંગેની ફરીયાદ ફ2ીયાદીએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ-316(4), 61 મુજબ ફરીયાદ નોધાવેલ હતી. ઉપરોકત ગુનાના કામે આરોપી ગૌરાંગદાસ તરૂણદાસે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી. જે આગોતરા જામીન અરજીમાં આરોપી પોતે નિર્દોષ હોવાનું અને પોલીસે આરોપીને ખોટી રીતે સંડોવી દીધેલ હોવાની વિગતો જણાવેલ હતું.
આરોપીએ કરેલ આગોતરા જામીન અરજી સામે મુળ ફરીયાદીના વકીલ દ્વારા આગોતરા જામીન અરજી નામંજુર કરવા માટે વિગતવારના જવાબ વાંધાઓ રજુ કરી અને એવી દલીલો કરેલ હતી કે, આરોપીએ ફરીયાદીને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી કરોડો રૂપીયાનું સોનુ લઈને ભાગી ગયેલ છે. જે સોનુ હજુ સુધી રીકવર કરવાનુ બાકી છે. આરોપીએ પ્રિ-પ્લાનિંગ કરી સી.સી.ટી.વી.ના ડી.વી.આ2.માંથી કનેકશન કાપી નાખી બનાવ સ્થળેથી આ કામના આરોપી તથા તેનો ભાઈ ઉપરોકત કિમતી સોનુ લઈને ફરાર થઈ ગયેલ. સ2કા2ી વકિલની દલીલો તથા પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલ સોગંદનામુ તથા મુળ ફરીયાદ પક્ષે રજુ કરેલ દલીલોના આધારે કોર્ટે અવલોકન કરેલ છે કે, આરોપી ફરીયાદ નોધાયા બાદ ફ2ા2 છે, આરોપી ફરીયાદીની સાથે કામ કરતો હતો, ફરીયાદીને વિશ્વાસમાં લીધેલ હતો. આરોપીએ સોનાના જથ્થો કે સોનાના દાગીના પરત કરેલ નથી કે રૂપીયા 52ત કરેલ નથી, આરોપી ગુજરાત રાજયનો રહેવાસી નથી અને ગુનાની ગંભીરતા અને કથિત ભુમીકાને ઘ્યાને આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કરેલ છે. આ કામે ફરીયાદી આશીષ જાદવજીભાઈ નાંઢા તરફે વકીલ દીલીપ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોષી, અનીતા રાજવંશી તથા સરકાર તરફે કમલેશ ડોડીયા રોકાયેલ હતા.