જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના ભારે વરસાદ અને વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે, જેમાં 32 લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને રાહત કાર્ય ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા.
નદી કિનારે રહેતા લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે
કટરામાં ભૂસ્ખલન અંગે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “જો અમને હવામાન વિશે અગાઉથી ખબર હોત, તો શું આપણે તે નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે કંઈક ન કરી શક્યા હોત? તેઓ પાટા પર કેમ હતા? તેમને સલામત સ્થળે કેમ ન લઈ જવામાં આવ્યા? અમને દુઃખ છે કે કટરામાં લગભગ 29-30 લોકોએ જીવ ગુમાવ્યા.”