ગુરુવાર, ઓગસ્ટ 21, 2025

ઈ-પેપર

ગુરુવાર, ઓગસ્ટ 21, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં પ્રશીલ પાર્ક સોસાયટીના શ્રમયોગીઓ સાથે સ્વાતંત્ર્ય પર્વની ભાવપૂર્ણ ઉજવણી

રાજકોટમાં પ્રશીલ પાર્ક સોસાયટીના શ્રમયોગીઓ સાથે સ્વાતંત્ર્ય પર્વની ભાવપૂર્ણ ઉજવણી

રાજકોટમાં પ્રશીલ પાર્ક સોસાયટીમાં સ્વાતંત્ર્ય પર્વની ભાવપૂર્ણ ઉજવણી

રાજકોટ, તા. 15 ઑગસ્ટ 2025 – યુનિવર્સિટી રોડ સ્થિત પ્રશીલ પાર્ક સોસાયટી ખાતે આજે ભારતના 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી. આ કાર્યક્રમ પ્રશીલ પાર્ક ઓનર્સ એસોસિએશન અને પ્રશીલ પાર્ક સિનિયર સિટીઝન ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

ધ્વજવંદનનો સન્માન પ્રશીલ પાર્કના શ્રમયોગી — મેનેજર શૈલેષભાઈ ચાવડા, સફાઈ કર્મચારી કાંતિભાઈ જાડેજા અને જયાબેન કાંતિભાઈ જાડેજા, દિવસના સિક્યુરિટી અશોકભાઈ ભામાણી, રાત્રિના સિક્યુરિટી સુરેશભાઈ પરમાર, તેમજ બાગાયત કર્મચારી દેવાભાઈ ચાવડા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો.

કાર્યક્રમમાં એરફોર્સ વેટરન શ્રી જયંત સિંહ સાહેબે પ્રેરણાદાયક ઉપસ્થિતિ આપી હતી. સિનિયર સિટીઝન ક્લબની મહિલા સભ્ય આદરણીય મધુકાંતાબેન જૂઠાણીએ “આરામ હૈ હરામ” પંક્તિઓ સાથે દેશભક્તિ ગીત રજૂ કરી સૌનું મન જીતી લીધું.

શ્વેત વસ્ત્ર પરિધાનમાં સજ્જ અબાલ વૃદ્ધ રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જય મહેશભાઈ બરડાઈએ કર્યું. વિવિધ વક્તાઓએ દેશને વધુ સશક્ત બનાવવા માટે “સ્વદેશી અપનાવો” નો સંદેશ આપ્યો.

આ આયોજનને સફળ બનાવવા માટે પ્રશીલ પાર્ક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અજયસિંહ ઝાલા, સિનિયર સિટીઝન ક્લબના ચેરમેન બાલકૃષ્ણભાઈ મકવાણા અને બંને સંસ્થાઓની ટીમોએ અથાક મહેનત સાથે યોગદાન આપ્યું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર