ગીર સોમનાથ જિલ્લાના તાળાલા પોલીસ મથક વિસ્તારમાં લોકગાયક દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી છે. ધુવરાજસિંહ ઉપર થયેલા હુમલાની ઘટનાના પ્રકરણમાં પોલીસે દૂધઈ ગામના ફાર્મ હાઉસમાંથી જ તેમને કાબૂમાં લીધા હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો મુજબ દેવાયત ખવડ સામે અગાઉથી પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને તાજેતરમાં થયેલા હુમલા બાદ પોલીસે ચુસ્ત પગલાં લેતા આ કાર્યવાહી હાથ ધરી હતી. હાલ દેવાયતને વધુ પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.