શનિવાર, ઓગસ્ટ 30, 2025

ઈ-પેપર

શનિવાર, ઓગસ્ટ 30, 2025
Download App
google-play

ઈ-પેપર

HomeરાજકોટABVP દ્વારા કોલેજ બંધ કરાવવામાં આવી

ABVP દ્વારા કોલેજ બંધ કરાવવામાં આવી

બી. એ. ડાંગર હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થી ધર્મેશના આપઘાત મામલે આજે ભારે ઉગ્રતા જોવા મળી. ABVP દ્વારા કોલેજ બંધ કરાવવામાં આવી હતી.

ABVPના કાર્યકરો કોલેજમાં પ્રવેશી વિદ્યાર્થીઓને કલાસમાંથી બહાર કાઢી તાળા બંધ કરી દીધા હતા. આ દરમિયાન ભારે સૂત્રોચ્ચાર પણ થયા.

ABVP મંત્રી પુષ્પરાજ ઝાલાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે “કોલેજમાં ચોરી કરાવવાના રૂપિયા લેવાતા હતા, જે વિદ્યાર્થીઓ પર ભાર બની રહ્યો હતો. પરીક્ષામાં કેટીમાં પાસ ન કરતા ધર્મેશ ડિપ્રેશનમાં આવી આપઘાત કરવા મજબૂર બન્યો.”

તેમણે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ પર દેણું હતું કે નહીં તે અંગે અમારી પાસે ચોક્કસ માહિતી નથી, પરંતુ જો ડો. હરેશ જોગરાજીયા ચોરી કરાવવાના રૂપિયા લેતા હોય તો તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.

આ ઘટનાને કારણે વિદ્યાર્થી વર્ગમાં ભારે રોષ છે અને કોલેજ સંચાલન સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર