રાજકોટની નામાંકિત અને ઘણી વાર ચર્ચામાં આવતી ઈમ્પિરિયલ પેલેસ હોટલ ફરી એક વાર વિવાદના કેન્દ્રમાં આવી છે.
માહિતી અનુસાર, એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે કે હોટલના સ્ટાફે કોલ્ડ ડ્રિન્ક્સના પ્રિન્ટ ભાવ કરતાં ડબલ રકમ વસૂલ કરી. માત્ર એટલું જ નહીં, પરંતુ સ્ટાફના દાદાગીરીભર્યા અને અભદ્ર વર્તનની ફરિયાદ પણ સામે આવી છે.
ઘટનાના પગલે સોશિયલ મીડિયા પર હોટલ અંગે ચર્ચા તેજ બની છે, જ્યાં લોકો પરિવાર સાથે જમવા જવા માટે આ હોટલ કેટલી યોગ્ય છે તે અંગે સવાલ ઉઠાવી રહ્યા છે.
હવે જોવાનું એ છે કે હોટલ મેનેજમેન્ટ આ વિવાદ પર શું સ્પષ્ટતા આપે છે અને ગ્રાહકોને કઈ રીતે સંતોષે છે.