ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી ખાતામાં લગભગ 9,000 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં પુરાવા રૂપે રહેઠાણ બાબત મામલતદારશ્રીનો દાખલો રજૂ કરવો ફરજિયાત રાખવામાં આવ્યો છે.
પરંતુ, ધોળકા ખાતે જનસેવા કેન્દ્રમાં માત્ર એક જ ઓપરેટર હોવાથી લોકોએ લાંબી કતારમાં ઊભા રહી ધક્કામુક્કી સહન કરવી પડે છે. પરિણામે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સ્થાનિક જનતા તરફથી માંગ ઉઠી છે કે વધારાના બે ઓપરેટર મુકવામાં આવે, જેથી પ્રક્રિયા સરળ બને અને લોકોની પરેશાની દૂર થાય.