ગુરુવારે વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા વચ્ચે રાજ્યના કુલ 39 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ મહિસાગર જિલ્લાના ખાનપુરમાં 1 ઈંચથી વધુ નોંધાયો હતો.
વર્ષાઋતુના અંતિમ ચરણમાં અચાનક વરસેલા વરસાદથી ખેડૂત વર્ગમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે.