રાજકોટની ચુનારવાડ ચોક નજીક રાજમોતી મીલ પાસે અકસ્માત બન્યો હતો.
આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે.
ઘાયલોને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી એકત્રિત કરી રહી છે.