બુધવાર, ડિસેમ્બર 11, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 11, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં બે પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ : ફરિયાદ દાખલ

રાજકોટમાં બે પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ : ફરિયાદ દાખલ

યુનિ. રોડ ઉપર શિવશક્તિ કોલોનીમાં રહેતાં તૃપ્તિબેન ઘોઘારી (ઉ.વ.24) અને સાપરા ખાતે રહેતાં નિકીતાબેન મહિડા (ઉ.વ.30)ની ફરિયાદ ઉપરથી ગુનો નોંધાયો

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં વધુ બે પરિણીતાએ પોતાના પતિ સહિતના સાસરિયાઓ સામે ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના યુનિ. રોડ પર શિવશક્તિ કોલોનીમાં રહેતા તૃપ્તિબેન (ઉ.વ.24)એ પતિ રાહુલ ઘોઘારી, સાસુ કૃતિબેન, સસરા ચંદુભાઈ અને નણંદ તુલસીબેન (રહે. બધા આદર્શ સોસાયટી, મોટા મવા મેઈન રોડ) સામે લગ્નજીવન દરમિયાન અવાર-નવાર ઝઘડાઓ કરી ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે પંદરેક દિવસ સાસરીમાં ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ સાસુ-સસરા તેને ’તારે વહેલા ઉઠી જવાનું અને ઘરનું તમામ કામકાજ કરી લોન્ડ્રીના કામમાં પણ હાથ બટાવવાનો. પછી તારે નોકરીએ જવાનું’ તેમ કહેતા. તે નોકરી પરથી ઘરે આવી થોડીવાર આરામ કરવા રૂમમાં જતાં સાસુ આરામ નહીં કરવાનો, લોન્ડ્રીનું કામ અને ટીફીન બનાવવાનું કામ કરવાનું કહેતાં હતા.
નણંદ સાસુ-સસરાને કહી તેની નોકરી છોડાવવા પ્રયાસ કરતી હતી. તમામ અવાર- નવાર તેને ’તું જોબ છોડી દે’ કહેતા તેણે નોકરી મુકી દીધી હતી. બીજી તરફ નણંદે પ્રાઈવેટ નોકરી શોધી લેતાં તે સવારથી સાંજ જતા રહેતા હતા. તે સાસુ અને સસરા ઘરે લોન્ડ્રી અને ટીફીનનું કામ કરતા હતા. બીમાર પડતાં સાસરીવાળા હોસ્પિટલે લઈ ન જતાં અને બીમાર હાલતમાં કામ કરાવતાં. એકાદ વર્ષ પહેલાં સાસુએ કપડાં સંકેલવાનું કામ કહેતાં તેને થોડીવાર પછી કરી આપું તેમ જણાવતાં સાસુએ તારે આખી રાત સુવાનું જ છે, તું અમારા ઘરમાં રહેવાને લાયક નથી કહી ઝઘડો કર્યો હતો. જેથી તેણે પિતાને કોલ કરતાં તે ત્યાં આવ્યા હતા પરંતુ તેને’ તેને પણ અપશબ્દો કહેતા તે તેને પિયર તેડી ગયા હતા. વોટરપાર્કમાં ન્હાવા જવા બાબતે પણ પતિએ તું મારી સાથે નહીં આવે તો તને તારા મમ્મીના ઘરે નહીં જવા દઉં. હું તું ગઈ તો મારા ઘરે ન આવતી તેમ કહીને નીકળી ગયો હતો. તે તેના માતાના ઘરે જતા પતિએ કોલ કરી તારા મમ્મીના ઘરે ગઈ છો, તો તારી રીતે આવતી રેજે તેમ કહી બોલાચાલી કરી હતી. પરંતુ કોઈ તેડવા ના આવતા અંતે ફરિયાદ નોંધાવી હતી.
બીજા કિસ્સામાં નિકીતાબેન (ઉ.વ.30)એ પતિ શૈલેષ મહીડા (રહે. સાપરા, કારખાનામાં), સાસુ મ મંજુલાબેન, સસરા મંગાભાઈ અને નણંદ મનિષાબેન (રહે. બધા વડાળી, તા. ઉપલેટા) સામે ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી. નિકતાબેને પોલીસને જણાવ્યું કે ‘લગ્ન બાદ નણંદ પતિને ચડામણી કરી બંને વચ્ચે ઝઘડા કરાવતા હતા. લોકડાઉન સમયે બધા વડાળી જતાં ત્યાં તેને પ્રેગનન્સી રહેતાં ખાવા-પીવાનું ભાવતું ન હોવાથી સાસુ અને નણંદ પતિને ચડામણી કરી તારાપત્નીને આપણા ઘરનું ખાવા-પીવાનું ભાવતું નથી અને અમને પણ ગમતું નથી કહેતા. સસરાએ અમારે જોઈતી જ નથી, છૂટુ જ કરી નાખવું છે તેમ કહેતા પતિ તેને પિયર મુકી ગયો હતો. સિમંત હોવાથી પતિ તેને ગામડે લઈ ગયો હતો. તેના બીજા દિવસે માતા તેડવા આવતા તે પિયર જતી રહી હતી. કાકાજીની દિકરીના લગ્ન હોવાથી પતિ સમાધાન કરી તેડી ગયો હતો. જયાં જેઠના ઘરે જમવા જવાની બાબતે સાસરીયાઓએ ઝઘડો કરી ગાળો આપી હતી અને બીજા દિવસે તેને પિયર – મુકી ગયા હતા. બાદમાં તે સમાધાન કરી પરત તેડી જવાયા હતા. પતિ દારૂ પીને ઘરે આવી, મારકૂટ કરી અને મારા ઘરેથી જતી રહે તેમ કહી કાઢી મુકતો હતો.
બાથરૂમમાં થુંકવા બાબતે પતિને ના પાડતાં પતિએ તેની ઉપર થુંકી ઝઘડો કરી રૂમ બહાર કાઢી મુકી હતી. જેથી તેને સાસુને સમજાવવા કોલ કરતાં સાસુએ તારી પત્ની ઘર બહાર ન જતી હોય તો તું નીકળી જા કહી સમજાવવાના બદલે ઉશ્કેર્યો હતો. બાદમાં તેણે પિતાને ફોન કરતા તે તેને તેડી ગયા હતા. તેના પતિને અન્ય કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને ઘરમાં પૈસા આપતા ન હોય અને જાણ કર્યા વગર તેને અને તેના પુત્રને મુકીને જતો રહેતાં ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર