ગુરુવાર, ડિસેમ્બર 12, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમની લોન્ડરિંગના ગુનામાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને આગોતરા જામીન મળ્યા

મની લોન્ડરિંગના ગુનામાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને આગોતરા જામીન મળ્યા

(આઝાદ સંદેશ), રાજકોટ: ફરીયાદીએ મકાનની ફાઈલ ગીરવે રાખી રૂા.60,00,000 3% વ્યાજે મેળવી સીકક્યુરીટી પેટે ચેકો આપી બાદ હિસાબ પુર્ણ કરેલ હોવા છતા ચેકો તથા અસલ ફાઈલ પરત ન કરી બળજબરી થી વધુ નાણા કઢાવવા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ધીરધાર ના નીયમોના ભંગ નો જેના પર આરોપ છે તે આંતરાષ્ટ્રીય રાજપુત ક્ષત્રીય ગી2ાસદાર યુવા સંઘ તથા અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘના અધ્યક્ષ પી.ટી.જાડેજાને આગોતરા જામીન52 મુક્ત કરતો હુકમ ફ2માવવામા આવેલ છે. કેસની હકીકત જોઈએ તો ફરીયાદીને ધંધા માટે પૈસાની જરૂરત પડતા ફરીયાદીએ તેઓના મીત્ર યશપાલભાઈ પટગીરને વાત કરતા તેઓએ આરોપી પી.ટી.જાડેજાને વાત કરતા જેઓ વ્યાજે પૈસા આપતા હોય તેઓ પાસે થી ફરીયાદીએ ધંધા માટે રૂ.60,00,000 3% વ્યાજે લીધેલ હોય જેની સીકયુરીટી પેટે આરોપીએ ફરીયાદી પાસે થી 7 ચેકો તથા મકાનના દસ્તાવેજ ની અસલ ફાઈલ મેળવી તથા પાવરનામુ અને સાટાખત લખાવી લઈ રૂા. 60,00,000ની સામે રૂા. 70,80,000 વ્યાજ સહીત ચુકવી દિધેલ છતા ફરીયાદીના મકાનનાં દસ્તાવેજ ની અસલ ફાઈલ પરત ન આપતા હોય અને વધુ વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી બેફામ ગાળો આપી જીંદગી બગાડી નાખી રાજકોટ છોડાવી દેવાની ધમકી આપ્યા સબંધેની ફરીયાદી સુરેશ અમરસીહભાઈ પરમારે માલવીયા નગર પોલીસ સ્ટેશનમા આરોપી પી.ટી.જાડેજા વિરુદ્ધ ફરિયાદ આપેલ. ઉપ2ોક્ત વિગતે ગુનો દાખલ થતા અ2જદાર આરોપી પી.ટી. જાડેજાએ તેઓની સંભવીત ધરપકડ ટાળવા રાજકોટ ના એડવોકેટ સુરેશ ફળદુ મારફત રાજકોટ ની સેસન્સ અદાલતમા આગોતરા જામીન અરજી દાખલ કરી રજુઆત કરેલ કે ફરીયાદ કાયદાના દુરઉપયોગ સીવાય બીજુ કાઈ જ નથી પોલીસે મેન્યુઅલ ની જોગવાય વિરૂધ્ધ કૃત્ય કરેલ છે ગુનો દાખલ થયાનુ બે માસ પહેલા રકમ ની લેતી દેતી પુર્ણ થઈ ગયેલ હોય વ્યાજ નો વ્યવહાર ન હોય અસલ ફાઈલ પણ મધ્યસ્થી ને પરત સોપી આપેલ હોય અરજદાર સામાજીક અગ્રણી હોય જેથી અરજદારનુ સામાજીક કદ ટુકુ ક2વા અમુક આગેવાનો તથા ફરીયાદીના ભાઈ પ્રવીણ 52માર કે જેઓ વિરૂધ્ધ અસંખ્ય ગુનાઓ દાખલ થયેલ હોય તેઓએ અરજદાર વિરૂધ્ધ ફરીયાદ ની વિગતવાળી બનાવટી અને ગુથવણભ2ી સ્ટોરી ઉભી કરી સબંધના દાવે કરેલ લેતી દેતીને વ્યાજના વ્યવહારમા ખપાવી ખોટી રીતે ગુનો દાખલ કરાવવામા આવેલ હોય રીકવરી ડીસ્કવરી બાકી ન હોય કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની આવશ્યકતા ન હોય નામદાર સુપ્રીમકોર્ટના તથા હાઈકોર્ટો ના ચુકાદાઓમા પ્રસ્થાપીત કરેલ માર્ગદર્શક સિધ્ધાંતો લક્ષે લેતા અરજદારનો જામીન માટેનો પ્રથમ દર્શનીય કેસ હોય જામીન ઉપર મુક્ત કરવા અરજ ગુજા2વામા આવેલ. બંને પક્ષેની રજુઆતો, તપાસના કાગળો, ત.ક.અધીકારીનુ સોગંદનામુ તથા રેકર્ડપર રજુ દસ્તાવેજી પુરાવો લક્ષ લેતા અને રાજુ પોલીસ પેપર્સ જોતા તેમા ફરીયાદીએ અગાઉ કરેલ અરજી સબંધેની હકીકત નો લેસમાત્ર ઉલ્લેખ ન હોય કે તે કાગળો સામેલ રાખેલ ન હોય જે સબંધે અરજદારના વકીલે ધારદાર રજુઆત કરતા ત.ક.અમલદારને પૃચ્છા કરતા તેઓએ પુરશીશ સાથે અરજીના કામેના તપાસના કાગળો રજુ કરેલ તેમા ફરીયાદીના મીત્ર યશપાલસીહ પટગીરનુ નીવેદન લક્ષે લેતા ફરીયાદીએ પી.ટી.જાડેજા પાસેથી સબંધના દાવે બેંક માથી મકાનની ફાઈલ છોડાવવા હાથ ઉછીના પૈસા લીધેલ વ્યાજે લીધેલ ન હતા અને મકાનની અસલ ફાઈલ અરજદાર પાસે નહીં પરંતુ યશપાલસીહ પાસે હોવાનુ જણાવેલ હોય છતા આ હકીકતો ત.ક.અધીકારીએ સોગંદનામામા છુપાવેલ હોય કે તે કાગળો ગુનાના કામે રજુ રાખેલ ન હોય આ રીતે ત.ક.અધીકારી તથા ફરિયાદીની વર્તણૂંક સંદિગ્ધ અને સત્ય હકીકતો છુપાવનારી જણાય છે ફરીયાદીએ જામીન અરજીનો વિરોધ કરવા ખાનગી વકીલ રાખેલ તેઓએ વાંધા રજુ કરેલ તેમા પણ અરજી તથા તેની તપાસ અન્વયે ની હકીકતો છુપાવેલ છે. અરજદાર સામાજીક અગણી હોવાની તેના વકીલ ની રજુઆત ને ફરીયાદીના વાંધા થી સમર્થન મળે છે આ રીતે ઉપરોક્ત સંજોગોમા તથા ફરીયાદી અને ત.ક.અધીકારીએ અગાઉની અ2જીની તપાસ સબંધે દાખવેલ સંદિગ્ધતા ધ્યાને લેતા તથા અરજીના કામેનુ યશપાલસીહ નુ નીવેદન ધ્યાને લેતા અરજદારે ફરીયાદીની અસલ ફાઈલ તેઓને આપી દિધેલ નુ જણાય છે ત્યારે અરજદારની ફેવરમા અંતર્ગત સતાનો ઉપયોગ કરવાનુ મુનાસીફ માની અરજદાર પી.ટી. જાડેજાને આગોતરા જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવવામા આવેલ છે. ઉપરોકત કામમા આરોપી પી.ટી.જાડેજા વતી એડવોકેટ સુરેશ આ2. ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીત દુધાગરા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રિન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ રોકાયેલ હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર