રાજકોટઃ ગોંડલનો સ્ટેશન ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયો. ભુણાવા ટોલનાકા નજીક 50 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. કાર્યવાહીથી સરકારી વિભાગોમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ આરોપી સ્ટેશન ફાયર ઓફિસરે પેટ્રોલ પંપની ફાયર એનઓસી મંજૂર કરવા બદલ લાંચની માંગ કરી હતી. ફરિયાદીના નિવેદન આધારે એસીબીએ પૂર્વ આયોજન મુજબ ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી હતી.
લાંચ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે આરોપીને ઝડપી લીધો હતો અને વધુ તપાસ શરૂ કરી છે. મામલે એસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


