મંગળવાર, માર્ચ 3, 2026

ઈ-પેપર

મંગળવાર, માર્ચ 3, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઇરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકામાં ન્યુક્લિયર ટેસ્ટિંગ સાઇટ પર ભૂકંપના આંચકા અનુભવાયા

ઇરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકામાં ન્યુક્લિયર ટેસ્ટિંગ સાઇટ પર ભૂકંપના આંચકા અનુભવાયા

અમેરિકામાં ન્યુક્લિયર ટેસ્ટિંગ સાઇટ પર ભૂકંપના આંચકા અનુભવાયા

ઇરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકામાં ન્યુક્લિયર ટેસ્ટિંગ સાઇટ પર ભૂકંપના આંચકા અનુભવાયા. યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકા ન્યુક્લિયર ટ્રાયલ કરતુ હોવાની સંભાવના છે.

છોટાઉદેપુરઃ સ્ટેશન વિસ્તારમાં શ્વાનનો આતંક

છોટાઉદેપુરના સ્ટેશન વિસ્તારમાં શ્વાનનો આતંક ફેલાયો. 8 વર્ષના માસૂમ પર શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. એક પછી એક ત્રણ શ્વાનોના હુમલાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો. રસ્તા પર રમતું બાળક નિશાન બન્યું, પરંતુ સદનસીબે તેના બચાવ થયો.

ઈરાનના યુદ્ધ દરમિયાન એક ભારતીયએ ગુમાવ્યો જીવ

ઈરાનના યુદ્ધ દરમિયાન એક ભારતીયનો મૃત્યુ થયો છે. ઓમાનના તટે ઈરાને ઓઈલ ટેન્કરને નિશાન બનાવતા ભારતીય ક્રૂ મેમ્બરના મોતની માહિતી મળી છે. મૃતક Dikshit Solanki જણાવાયો છે, જે દિવના ખારવા સમાજનો હતો અને તેનું પરિવાર હાલમાં મુંબઈના કાંદિવલીમાં વસે છે. હુમલામાં જહાજના એન્જિન રૂમમાં વિસ્ફોટ સાથે આગ લાગતા ગંભીર નુકસાન થયું હતું. જહાજ પરના અન્ય 21 ક્રૂ મેમ્બરો MV SAND દ્વારા સુરક્ષિત બચાવવામાં આવ્યા હતા. જેમાં 16 ભારતીય, 4 બાંગ્લાદેશી અને 1 યૂક્રેની ક્રૂ મેમ્બર સામેલ હતા. ક્ષતિગ્રસ્ત જહાજ પર હાલ રૉયલ નેવીની નજર રાખવામાં આવી રહી છે. હુમલો પોર્ટ સુલ્તાન કાબૂસના સમુદ્રમાં થયો હતો.

અમદાવાદ: 500 અને 1,000ના દરની જૂની ચલણી નોટ ઝડપાઈ

અમદાવાદમાં જૂની ₹500 અને ₹1,000ના દરની ચલણી નોટોના જથ્થા સાથે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. Naroda પોલીસે રૂ.89 લાખ કિંમતની બંધ થયેલી ચલણી નોટો ઝડપી પાડી છે. જેમાં ₹1,000ના દરની 4,350 નોટ (રૂ.43.50 લાખ) અને ₹500ના દરની 9,100 નોટ (રૂ.45.50 લાખ)નો સમાવેશ થાય છે. પોલીસે Galaxy Char Rasta પાસે એક કાર રોકી તપાસ કરતાં જૂની ચલણી નોટો મળી આવી હતી. પોલીસે નોટો અને કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • રાજકોટઃ ઉનાળાની શરૂઆત સાથે વધ્યા આગના બનાવરાજકોટમાં ઉનાળાની શરૂઆત સાથે આગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલી ડ્રીમ સિટી અપાર્ટમેન્ટમાં અચાનક આગ ભભૂકી ઊઠતા અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનામાં 20થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ફ્લેટમાં ફસાયેલા એક વૃદ્ધનું સલામત રેસ્ક્યૂ કર્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર