ગુરુવાર, ડિસેમ્બર 12, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 12, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટની તમામ શાળાઓમાં સવારના ભાગમાં વિદ્યાર્થીઓનો સમય 7:40નો કરાયો

રાજકોટની તમામ શાળાઓમાં સવારના ભાગમાં વિદ્યાર્થીઓનો સમય 7:40નો કરાયો

અગાઉ 7:10નો હતો તેમાં ઇન્ચાર્જ ડીઇઓ કિરીટસિંહ પરમારે ગાંધીનગરથી તાકીદે મંજૂરી મેળવી દરેક શાળાના આચાર્યને અમલ કરાવવા આપી સૂચના

(આઝાદ સંદેશ), રાજકોટ : છેલ્લા કેટલાય દિવસોથી ગાત્રો થીજાવી દે તેવી કડકડતી ઠંડીના પગલે જનજીવન ઉપર પણ વ્યાપક અસર થઇ છે ત્યારે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને પણ વહેલી સવારના સ્કૂલમાં આવવું પડતું હોઇ વાલીઓને પડતી મુશ્કેલીની ‘આઝાદ સંદેશ’માં રજૂઆત કરવામાં આવી હતી અને સવારની પાળીમાં આવતાં બાળકોનો જે 7:10 કે 7:15નો સમય છે તેને મોડો કરી 7:30 કે 7:40 કરવા વાલીઓએ ‘આઝાદ સંદેશ’ના માધ્યમથી પોતાના બાળકો પ્રત્યે સંવેદના દાખવી હતી જે બાબતે અવાર-નવાર સવારની શાળામાં અભ્યાસ કરતાં બાળકોના સમયમાં ફેરફાર થાય તે બાબતે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જેને આખરે ઇન્ચાર્જ ડીઇઓ કિરીટસિંહ પરમારે ધ્યાનમાં રાખી સમયમાં ફેરફાર કરવા દરેક શાળાને આદેશ કર્યો છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમારે મૌખિક સૂચના આપી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમની ગ્રાન્ટેડ, ખાનગી, સરકારી શાળાને તા. 12-12-24થી સવારની સ્કૂલ માટે 7:10ની બદલે 7:40નો સમય કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગે ‘આઝાદ સંદેશ’ સાથેની વાતચીત દરમિયાન ઇન્ચાર્જ ડીઇઓ કિરીટસિંહે જણાવ્યું હતુ કે, ગાંધીનગરથી મંજૂરી મેળવી તાકીદે અમલ થાય તે માટે તમામ શાળાના સંચાલક, આચાર્યને આદેશ કરાયો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર