(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટના ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ પ્રકરણમાં 27 નિર્દોષ ભડથું થઇ ગયા હોય તે કેસમાં ઝડપાયેલા 15 આરોપીઓ પૈકી ટીપીઓ મનસુખ સાગઠિયા તેમજ એટીપીઓ રાજેશ મકવાણાએ તેઓ સામે કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલાં જ ત્હોમતનામામાંથી બિનત્હોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા કોર્ટમાં અરજી કરી છે.
આ કેસની હકીકત જોઈએ તો ટી.આર.પી. ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (1) ધવલ ભરતભાઈ ઠક્કર તથા રેસ વે એન્ટરપ્રાઈઝ ના ભાગીદારો (2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (3) કિરીટસીહ જગદીશસિંહ જાડેજા (4) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ (5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (6) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમા ખુલવા પામે તે તમામ સામે પ0 મીટર પહોળ અને 60 મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલું ઉચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રીકેશનનુ માળખુ ઉભુ કરી ગેમ ઝોન બનાવી તેમા આગ લાગવાની ઘટના બને તો પહોંચીવળી આગ રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ના સાધનો રાખ્યા વગર કે અગ્નીસમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામા ગેમ ઝોન ચલાવી તેમા આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મૃત્યુ થવાની સતપ્રતિસત સંભાવના હોવાની જાણકારી હોવા છતા ગેમ ઝોન ચાલુ રાખી 27 માનવો ના મૃત્યુ નીપજાવી મહાવ્યથાઓ સાથે આ ગેમ ઝોન માથી નાશી ભાગી નીકળેલ ન હોય તો તેઓના પણ મૃત્યુ સંભવ હતા તેવા જોખમમા નાખી ગુનો કર્યા અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપેલ હતી.
ટી.આર.પી. અગ્નિકાંડ કેસની આજરોજ 15 આરોપીઓની સેસન્સ અદાલતમા કેસ કમીટ થયા બાદ ની આજરોજની 11 મી મુદત હોય જેમા સરકાર પક્ષેના સ્પે. પી.પી., એડી. સ્પે. પી.પી. તથા ભોગ બનનારના એડવોકેટો રાજકોટ ના મહે. એડી. સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ખુલતી અદાલતે હાજર રહેલ અને 467 દસ્તાવેજો સ્વરૂપી પુરાવો રજુ કરેલ જે દસ્તાવેજોમા એફ.આઈ.આર., પી.એમ.રીપોર્ટ, પંચનામાઓ, એફ.એસ.એલ. રીપોર્ટ, બેંકોના સ્ટેટમેન્ટ, ઓડીટ રીપોર્ટ, હસ્તાક્ષર નિષ્ણાંતના અભીપ્રાયો, કોર્પોરેશનની ફાઈલો, પી.જી.વી.સી.એલ.ની ફાઈલો, ફાયર વિભાગની ફાઈલો, મોબાઈલ કોલ ડીટેઈલો, ઈજા પામનારાઓના મેડીકલ સર્ટીફીકેટો વિગેરે દસ્તાવેજી પુરાવો નામદાર અદાલતમા રજુ કરવામા આવેલ અને પ્રોસીકયુશન તરફે થી ડ્રાફટ ચાર્જ રજુ કરવામા આવેલ જે ડ્રાફટ ચાર્જ અન્વયે સુનવણી માટે મુદત હોય દરમીયાન ટી.પી.ઓ. સાગઠીયા, એ.ટી.પી.ઓ. મકવાણાનાઓએ તેઓ સામે કેસ ચાર્જફેમ થાય તે પહેલા તહોમતમાથી બીન તહોમત (ડીસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરવામા આવતા અને ટી.પી.ઓ. સાગઠીયાએ પોતાની નહી પરંતુ મ્યુનીસીપલ કમિશ્નર ઉપર જવાબદારી ઢોળતા કેસમા નવો વળાંક આવેલ છે.
ઉપરોકત બંને આરોપીઓ ઉપરાંત હજુ વધુ આરોપીઓ પણ પોતાની સામેનુ તહોમત પડકારી કેસ ચાર્જકેમ થાય તે પહેલા ડીસ્ચાર્જ અરજીઓ લાવી કેસ લંબાવવા કોશીષ કરે તેવી સંભાવના પણ નકારી શકાય તેમ નથી તેની સામે સરકાર તરફે થી કેસ ડે ટુ ડે ચલાવવા અરજી આપવામા આવેલ છે તેની તથા ડીસ્ચાર્જ અરજીઓ સબંધે આજરોજ નામદાર અદાલતમા દલીલો થવાની સંભાવના રહેલ છે. ઉપરોકત કામમા ભોગ બનનાર પ્રદિપસીહ ચૌહાણ પરીવાર વતી રાજકોટ બાર એશોશીયેશન વતી ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા તથા અન્ય એક ભોગ બનનાર વતી એન. આર. જાડેજા નાઓએ હાજર રહી કાર્યવાહી કરેલ હતી.